ગુજરાતી ભજન સંગ્રહ
હૈ... કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી
હૈ....એક રે પત્થરના દો દો ટુકડા
કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)
એક રે બની રે પ્રભુજીની મૂર્તિ
કે બીજો ધોબીડાને ઘાટ (૨)
હૈ... એક રે ગાયના બબ્બે વાછરું
કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)
એક રે બન્યો રે શિવજીનો પોઠીયો
કે બીજો ઘાંચીડાને ઘેર (૨)
હૈ એક રે માતાના દો દો બેટડા
કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)
એક ને માથે રે સોનાના છત્ર ધરે
કે બીજો ભારા વેચી ખાય (૨)
હૈ એક રે વેલાના દો દો તુંબડા
કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)
એક રે ટુંબડુ અડસઠ તીરથ ફરે
કે બીજું વાદીડાને હાથ (૨)
હૈ એક રે છોડના દો દો ફૂલડાં
કે લખ્યા એના જુદા જુદા લેખ
એક રે ફુલડું શિવને મંદિરે ચડે
કે બીજું સ્મશાનમાં રખડે
હૈ રોહિદાસ ચરણે મીરાંબાઈ બોલીયા
કે દેજો અમને સંત ચરણમાં વાસ
કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી
લટક મટક રાધા ચલી કનૈયા કો અચ્છી લગી
મહીં વેચવાને રાધા ચલી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે મુખડે પે લાલ બિંદીયા
ઉપર સે સેંથી ભરી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે કાનો મે સોને કા કુંડળ
ઉપર સે નથણી સજી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે ગાલો પે કાલા કાલા તિલ હૈ
હોઠોં પે લાલી સજી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે મુખડે પે બડી બડી આંખે
ઉપર સે કાજલ લગી કનૈયા કો અચ્છી લગી
કાલે કાલે બાલો મે લંબી લંબી ચોટીયા
ઉપર સે વેણી સજી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે હાથો મે હરી હરી ચુડીયા
ઉપર સે મહેંદી લગી કનૈયા કો અચ્છી લગી
પતલી પતલી કમર પે ઘેરદાર ઘાઘરો
ઉપર સે ચૂનરી ઓઢી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે અંગ પે લાલ લાલ ચૂનરી
ચૂનરી પે ટીકી લગી કનૈયા કો અચ્છી લગી
ગોરે ગોરે પૈરો મે પાયલ સજી હૈ
ઉપર સે ઘુઘરી લગી કનૈયા કો અચ્છી લગી
સજ ધજ કે રાધા ભજન મે ચલી
ઉપર સે ભજન સૂના કનૈયા કો અચ્છા લગા
સાખી
હૈ...હુ ગોવાળીયો ગાયો ચારતો કાનો મારુ નામ રે
મળવુ હોય તો આવજે ગોકુળીયુ મારુ ગામ રે....
હૈ....હુ મહિયારણ મહિડા વેચતી રાધા મારુ નામ રે
મળવુ હોય તો આવજે બરસાના મારુ ગામ રે ..
હિરલો ખોવાયો આખા હિંદનો
ના મળે એ હિરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ
ગરીબો તો બાપુના બાળ છે
એણે કીધો દલિતનો ઉધ્ધાર રે ગાંધીજી બાપુ
વલ્લભભાઈ સાથે વાતો કરતા થયો
મારી પ્રાર્થનાનો સમય રે ગાંધીજી બાપુ
સામા મળ્યા નથુરામ ગોડસે આવ્યો
એવો શરણે લાગ્યો પાય રે ગાંધીજી બાપુ
પહેલી ગોળી બાપુને વાગતા
મનુબેને પકડ્યો જમણો હાથ રે ગાંધીજી બાપુ
બીજી ગોળી બાપુને વાગતા
ત્રીજી ગોળીએ નીકળી ગયા પ્રાણ રે ગાંધીજી બાપુ
બીરલા ભવનમાં બાપુને લઇ ગયા
દેવીદાસ કરે છે રુદન રે ગાંધીજી બાપુ
ચંદન ચિત્તામાં બાપુને બાળિયા
બાપુ થયા સ્વર્ગના મહેમાન રે ગાંધીજી બાપુ
પૂનમની પ્યારી પ્યારી રાત કાનો આજે વનમાં રમે
હૈયુ મારુ આકુળ વ્યાકુળ થાય કાનો આજે વનમાં રમે
ઢોલ ઢમાઢમ ઢમકે ઘૂઘરા ઘમ ઘમ ઘમકે
બંસરીના સૂરો રણકે ફૂલડાંની ફોરમ મહેંકે
ચમકે ચાંદલિયો આકાશ કાનો આજે વનમાં રમે
તેત્રીસ કરોડ દેવ આવે ફૂલ મોતીડે વધાવે
ચોસઠ જોગણીયો આવે રૂમી ઝૂમીને ગાવે
ત્રિભુવન ડોલી ડોલી જાય કાનો આજે વનમાં રમે
દેવોના દેવ મહાદેવા ડમ ડમ ડમરુ બજાવે
હાથમાં ધારીને વીણા વિદુષક નારદ આવે
લક્ષ્મીજી લળી લળી ગાય કાનો આજે વનમાં રમે
કંકુ કેસર પૂરાવ્યા અબીલ ગુલાલ ઉડાડયા
મોરલા મધુરા બોલ્યા કાનાએ રંગમાં રોળ્યા
ગીતાનો હરખ ન માય કાનો આજે વનમાં રમે
સાખી
હે... શરદ પૂનમની રાતડી ને વાલો રમાડે રાસ રે
સોળસો ગોપીની વચમાં ઉભો જગતનો નાથ રે વાલો
નૌજવાનો ભારત કી તકદીર બના દો (૨)
ફૂલો કે ઇસ ગુલશન સે કાંટો કો હટા દો (૨)
નૌજવાનો... નૌજવાનો...નૌજવાનો...
છોડ કે સારે ભેદભાવ કો સમજો દેશ કો અપના (૨)
રહ ન જાયે દેશ અધૂરાં કોઈ સુંદર સપના (૨)
ઘરમેં આગ લગાયે જો ઉસ દિપ કો બુઝા દો
નૌજવાનો... નૌજવાનો...નૌજવાનો...
હમ ભારત કે વાસી ક્યોં હૈ દુનિયા મેં શરમિંદા (૨)
દેશ કી ખાતિર મૌત ભી આયે ફીર ભી રહેંગે જીંદા (૨)
જય જય હિંદ કે નારો સે ધરતી કો હિલા દો...
નૌજવાનો... નૌજવાનો...નૌજવાનો...
અપને સાથ હૈ કૈસે કૈસે બાલવાનો કી શક્તિ (૨)
વીર જવાહરલાલ કી હિંમત બાપુજી કી ભક્તિ (૨)
દેશ કે ઝંડા જગમેં ઉંચા કરકે દિખા દો...
નૌજવાનો... નૌજવાનો...નૌજવાનો...
જીવ શાને ફરે છે ગુમાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
હવે સમજી જાજે જીવ સાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
માને મારુ મકાન કર્યા રંગ ને રોગાન
જાણે કાયમ લીધું છે વેચાણમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
રાખે એવો રુઆબ જાણે મોટો નવાબ
રાત દિવસ રહે અભિમાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
તે કીધા ઘણા પાપ-પાપ થાયે ન માફ
નામ શાને ખપાવે હેવાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
થાશે હુકમનામુ કોઈ ના જુએ સામુ
કાળની સોટી વાગે ને આવે ભાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
આંખો થાશે ઝાંખી કમર થાશે વાંકી
હાથે પકડવાની લાકડી આવે ધ્યાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
વાળ થાશે ધોળા દાંત થાશે પોલા
કાંઈ સંભળાશે નહિ તારા કાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
જેને માને મારા કદી થાય ના તારા
તને લઇ જાશે બાળવા સ્મશાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
મળ્યો માનવ અવતાર ના ભજ્યા કિરતાર
મોજ માણી ફરે ગલતાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
કરજે સાચી અરજી જરૂર વાંચે હરજી
તારે રહેવા જાવુ બીજા મકાનમાં (૨) તારે રહેવું ભાડાના મકાનમાં
સાખી
હે.. જીવનભર તુ ગાવા દેજે પ્રભુજી તારા ગીત રે
ગાતા ગાતા કરવી મારે તારી સાથે પ્રીત રે વાલા...
મને ગમે રે શ્રીનાથજીના ધામમાં
દર્શન મંગળાના થાય વાલો મારો માખણ મીસરી ખાય
વૈષ્ણવો દર્શન કરવા જાય મને ગમે રે શ્રીનાથજી ધામમાં
દર્શન શૃંગારના થાય સુંદર શણગાર ધરાય
શોભા વર્ણી ના જાય મને ગમે રે શ્રીનાથજી ધામમાં
દર્શન ગ્વાલ-બાલના થાય વાલો મારો ગાયો ચરાવવા જાય
કે સાથે બળભદ્રજી જાય...મને ગમે રે શ્રીનાથજી ધામમાં
દર્શન રાજભોગ ના થાય સુંદર સામગ્રી ધરાય
વૈષ્ણવો પ્રસાદ લેવા જાય...મને ગમે રે શ્રીનાથજી ધામમાં
દર્શન ઉત્થાપનના થાય રૂડા શંખનાદ સંભળાય
વૈષ્ણવો દોડી દોડી જાય...મને ગમે રે શ્રીનાથજી ધામમાં
કે દર્શન ભોગ આરતીના થાય વિધ વિધ મેવા ધરાય
વૈષ્ણવો રાજી રાજી થાય...મને ગમે રે શ્રીનાથજી ધામમાં
દર્શન શયન આરતીના થાય વાલો મારો ગિરિરાજમા જાય
વૈષ્ણવો ભાન ભૂલી જાય...મને ગમે રે શ્રીનાથજી ધામમાં
તારો છે આશરો ને તારો આધાર ક્રિષ્ન કનૈયા (૨)
તારા નામે તરી જાશુ ભવપાર ક્રિષ્ન કનૈયા (૨)
આંગણીયે અવસર આવ્યો છે મારા
જો જે લૂંટાયે ના લોકોમાં લાજ
લાજ જશે મારી તો તુ છે ગુનેગાર ક્રિષ્ન કનૈયા (૨)
નિર્ધન નરસૈયો ને વેવાય ધનવાન
તારે સાચવવાના મોભો ને માન
એમાં તુ રાખજે વટ ને વહેવાર ક્રિષ્ન કનૈયા (૨)
તુ મારે એક છે તારે અનેક
તારા દર્શનની મે લીધી છે ટેક
મરતા પહેલા વાલા દર્શન દેજે ક્રિષ્ન કનૈયા (૨)
અમે તારા બારણે આવ્યા સહુ બાળ
અમને જાકારો ના દેશો ઘનશ્યામ
ચરણોમાં કોટી કોટી તમને પ્રણામ ક્રિષ્ન કનૈયા (૨)
છેતરીને સ્વધામ ગઈ તુ હાકી તારી નાવડી
ઉતાવળ શું કરી મા તે જવા માટે આવડી
અપાર પ્રેમ વરસાવી અમને તે પોષ્યા
તારી છાયામાં અમને સહુને સંતોષ્યા
તો એ તારી સેવા કરતા અમને ન આવડી
દિલ તો દરીયાનું મા તે રાખ્યુ હતુ મોટુ
ફાવે તેમ બોલ્યા તો યે લાગ્યુ નથી ખોટુ
સ્વભાવની સદા હતી મા તુ ગરીબ ગાવડી
નથી કોઈ દિવસ માંગ્યું કાંઈ મુખે
એક રુપે રહી મા તુ સદા સુખે દુખે
અમને ભૂખ્યા રાખી કદી નથી ખાધુ માવડી
ઠોકર ખાતા જોઈને તુ ખમ્મા મને કહેતી
એવી રુડી માવડી હુ હવે ક્યાંથી લાવુ
લાખો પ્રયત્ન કર્યે મળે નહિ તુ માવડી
અનંત ઉપકાર માડી બદલો શું દઈએ
ભવોભવ માડી તારા ચરણોમાં રહીએ
તારા બાલુડા તો પૂજે તારી પાવડી
ભજનનો પ્યાલો ભરપૂર પીઓને તમે ઘટમઘટા
પ્યાલો ભર્યો છે ભરપૂર પીઓને તમે ઘટમઘટા
શંકરે પીધોને પાર્વતીએ પીધો
ગણપતિને આવ્યા ઓડકાર પીઓને તમે ઘટમઘટા
રામજીએ પીધોને સીતાજીએ પીધો
હનુમાનજીને આવ્યા ઓડકાર પીઓને તમે ઘટમઘટા
વિષ્ણુએ પીધો ને લક્ષ્મીજીએ પીધો
નારદજીને આવ્યા ઓડકાર પીઓને તમે ઘટમઘટા
કૃષ્ણએ પીધો ને રાધાજીએ પીધો
ગોપીઓને આવ્યા ઓડકાર પીઓને તમે ઘટમઘટા
ઘેલી ઘેલી ઘેલી ઘેલી ઘેલી કનૈયા હું તો ઘેલી
જાત્રાએ જવામાં પગ મારા દુઃખે
ડિસ્કો કરવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
હરવા ફરવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
માળા ફેરવતા મારી આંગળીઓ દુઃખે
રૂપિયા ગણવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
પુણ્યદાન કરતા પૈસા મારા ખૂટે
બ્યુટી પાર્લરમાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
તાળી પાડવામાં હાથ મારા દુઃખે
પ્રસાદ લેવામાં પેલી કનૈયા હું તો ઘેલી
મંદિર જવામાં ટાઈમ નથી મળતો
ઓટલા ગણવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
સાસરિયામાં મન મારુ દુભાય
પિયરીયામાં પેલી કનૈયા હું તો ઘેલી
દર્શન કરવામાં આંખ મારી દુઃખે
સિરિયલ જોવામાં પેલી કનૈયા હું તો ઘેલી
કથા સાંભળતા કાન મારા દુઃખે
પિક્ચર જોવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
ભજન ગાવામાં મોઢું હલે નહિ
પંચાત કરવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી
સાખી
હે.....રાતુ ફૂલ ગુલાબનું મને સુંઘવાનું મન થાય રે
ભજનમાં રંગ જામ્યો મને ગાવાનું મન થાય રે...
ઉઠે સબ કે કદમ તરરમપમપમ કભી મેરી ગલી આયા કરો
કભી ખુશી કભી ગમ તરરમપમપમ હસો ઔર હસાયા કરો
મેરી અચ્છી સાસુજી મેરી પ્યારી સાસુજી
કભી કિચન મે આયા કરો
કભી ઢોસા કભી ઈડલી કભી ઈડલી કભી ઢોસા
કભી પિઝા બનાયા કરો
મેરી અચ્છી જેઠાણી મેરી પ્યારી જેઠાણી
કભી આંગન મે આયા કરો
કભી કપડે કભી બરતન કભી બરતન કભી કપડે
કભી પોછા લગાયા કરો
મેરી અચ્છી નણંદજી મેરી પ્યારી નણંદજી
કભી બાઝાર લે જાયા કરો
કભી જીન્સ કભી કુર્તા કભી કુર્તા કભી જીન્સ
કભી કેપ્રી ભી લાયા કરો
મેરે અચ્છે દેવરજી મેરે પ્યારે દેવરજી
કભી ઘર પે આયા કરો
કભી ચાય કભી કોફી કભી કોફી કભી ચાય
કભી આઈસ્ક્રીમ ભી લાયા કરો
મેરે અચ્છે પિયુજી મેરે પ્યારે પિયુજી
કભી બીચ પે લે જાયા કરો
કભી દીવ કભી દમણ કભી દમણ કભી દીવ
કભી ગોવા લે જાયા કરો
હાથમાં ના રહેતી જુવાની.. જુવાની તારો રંગ છે ગુલાબી
કાયમ નથી તું રહેવાની.. જુવાની તારો રંગ છે ગુલાબી
રંગ છે ગુલાબી તારો રંગ છે ગુલાબી
વહી જાતો પાણીનો રેલો ..જુવાની તારો રંગ છે ગુલાબી
આંખ છે શરાબી તારી ચાલ છે નવાબી
બાલ તારા રેશ્મી શબાબી..જુવાની તારો રંગ છે ગુલાબી
ચાળાને ચટકાં તારા લટકાને મટકા
ફરતી રે ફક્કડ ફટાકી ..જુવાની તારો રંગ છે ગુલાબી
આંખના ઈશારા કરે કંઈકને દિવાના કરે
કજરારે નૈન બાણ મારે ..જુવાની તારો રંગ છે ગુલાબી
કામ ક્રોધ લોભનાં શીંગાર સજીને
ઘડો અધુરો છલકાતી..જુવાની તારો રંગ છે ગુલાબી
માયાને મમતાની પુરે રંગોળી
ચાર દિવસની ચાંદરણી ..જુવાની તારો રંગ છે ગુલાબી
દુનિયામાં તારી ચાર દિનની મહેમાની
શાને કરે છે ઉપાધિ ..જુવાની તારો રંગ છે ગુલાબી
જુવાની જાશે ને ઘડપણ ઘેરાશે
ગુલાબી રંગ ઉડી જાશે..જુવાની તારો રંગ છે ગુલાબી
પંચતત્વની આતો માટીની પુતળી
"ગીતા " કહે માટી થવાની ..જુવાની તારો રંગ છે ગુલાબી
સાખી
મોંઘી છે આ કાયા તારી ક્યાં તને સમજાય છે
કંચન જેવી કાયા તારી એ રાખ માં રોળાય છે
ગોકુળની ગલીઓમાં ગોવિંદને ગોતું છુ
મથુરાના મારગમાં માધવને મળવું છે
તું ક્યાં ખોવાયો છે ઓ મનના માણીગર
તું ક્યાં છુપાયો છે ઓ કરુણાના સાગર
વૃંદાવન જઈ બેઠો લાલ બાકે બિહારી છોરો
ભક્તિની ગંગામાં મારે નિર્મળ થાવું છે
યમુનાના પાન કરી મારે પાવન થાવું છે
રાસલીલાની રમઝટમાં મારે રંગાઈ જાવું છે
ઓ મીરાના માધવ ઓ રાધાના ઘનશ્યામ
ગોપીઓના છે ચિતચોર તમે ગાયોના ગોવાળ
ઓ નટખટ નંદકિશોર તારી ભક્તિ અવિચળ છે
ગોકુળની ગોપી બનું કે મથુરાનો મોરલો બનું
વૃંદાનું વૃક્ષ બનું કે ગિરિરાજ ની ગાય બનું
આટલું જો મુજને મળે મારુ જીવન ફેરો ટળે
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
મારે તમારા ગુણ કેમ ગાવા
પેલા નરસૈયાને જેલમાં પૂર્યા
પછી નરસૈયાને નાત બહાર મૂક્યા
હે....પછી કેદારો લઈને તમે કેમ આવ્યા
પેલા મીરાંબાઈને મેવાડ છોડાવ્યુ
પછી મીરાંબાઈને ઝેર પીવરાવ્યુ
હે...પછી ઝેરના અમૃત કેમ કીધા
પેલા પ્રહલાદને પર્વતે ચડાવ્યો
પછી પ્રહલાદને નીચે પછાડયો
હે...પછી નરસિંહનું રૂપ લઇ કેમ આવ્યા
પેલા સકુબાઈને ઓરડે પૂર્યા
પછી સકુબાઈને માર ખવરાવ્યો
હે...પછી વહુવારુ થઈને તમે કેમ આવ્યા
પેલા ધ્રુવને ખોળે ના બેસાડયા
પછી ધ્રુવને સ્થંભે ચડાવ્યા
હે...પછી અવિચળ પદવી કેમ આપી
પેલા પાંડવોને સોગઠે રમાડયા
પછી દ્રૌપદીને હોડમાં મુક્યા
હે...પછી નવસો નવ્વાણુ ચીર કેમ પૂર્યા
સાખી
હે કાનુડો બહુ કાળો છે ને છતાંય કામણગારો છે
શ્યામમંડળનો છેલ છબીલો રાધાજીનો પ્યારો છે રે વાલો...
પીરસ્યો મેં પ્રેમનો થાળ આવો જશોદાના લાલ
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
બૂંદીના લાડુ અને માવાની ઘારી
સાથે બરફી જલેબી અને પ્રેમનું પાણી
જમો નંદલાલા.... રાધાજીના પ્યારા (૨)
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
કેરીનો રસ અને સાથે સરસીયા ખાજા
પાળી પીલ્લા પાટુડી અને પાપડ છે તાજા
આવો મારા વાલા...... કરું કાલાવાલા (૨)
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
જળ જમુનાની મેં તો ઝારી ભરાવી
તમે આચમન કરોને મારા વાલા મોરારી
આવો નંદલાલા...રાધાજીના પ્યારા (૨)
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
સાગ સીસમના મેં તો ઢોલિયા ઢળાવ્યા
મારા વ્હાલા માટે મેં ફૂલોથી સજાવ્યા
આવો મારા વાલા....કરું કાલાવાલા(૨)
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
શ્યામ મંડળની વાલા અરજી સ્વીકારોજો
બાળ આવ્યો શરણમાં પ્રેમે અપનાવજો
દયા દિલમાં લાવી....લેજો અપનાવી
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
સાખી
હે....કંચન થાળી પીરસીને પીરસે જશોદા માત રે....
રાધા રૂક્ષમણી ઢોળે વીંઝોણો જમોને જાદવરાય રે
આવો આવો હરી આજે ભીડ પડી મોરલીવાળા (૨)
તમને પોકારે ભક્તો તમારા (૨)
મહેતા નરસિંહની હૂંડી સ્વીકારી
ભક્ત પ્રહલાદની પ્રતિજ્ઞા પાળી
પીધા મીરાના વિષ ગજને ઉગાર્યો જગદીશ હે ગોપાલા (૨)
તમને પોકારે ભક્તો તમારા (૨)
જયારે ભક્તોને ભીડ પડે છે
દોડી આવીને સહાય કરે છે
પૂર્યા દ્રૌપદીના ચીર બેની સુભદ્રાના વીર દ્વારિકાવાળા (૨)
તમને પોકારે ભક્તો તમારા (૨)
તમે ભક્તો તણા ભયહારી
તમે ચક્ર સુદર્શન ધારી
આવી સંકટની વેળા છાયા અંધારા ઘેરા હે દયાળા (૨)
તમને પોકારે ભક્તો તમારા (૨)
તમે વિશ્વ સકળના છો સ્વામી
ભક્તો વિનવે છે અંતરયામી
લાજ અમારી જાશે હાંસી તમારી થાશે નંદલાલ (૨)
તમને પોકારે ભક્તો તમારા (૨)
સાખી
હે... વૃજનારીના ચિત્તડા ચોરી માખણ મોજ ઉડાવે છે
શ્યામમંડળનો સ્વામી શામળિયો સહુના હૈયા હરખાવે છે વાલો...
એક નાનું એવું વીરપુર ગામ છે રે
ત્યાં જલારામબાપાના મોટા ધામ છે રે
ત્યાં આવ્યા છે એક મહાત્મા રે
જલે આદર ભાવેથી બોલાવીયા રે
જલે પાણીથી પગ પખાળીયા રે
જલે આસન વાળીને બેસાડીયા રે
જલા જોને તારા રસોડામાં શું છે રે
મારા રસોડામાં દાળને રોટલી છે
જલા સંભાળીને જોને જલા શું છે રે
જલો જુએ ત્યાં બત્રીસ ભોજન છે રે
જલો જુએ ત્યાં તેત્રીસ શાક છે રે
જલા જોને તારા ઓરડીયામાં કોણ છે રે
મારા ઓરડીયામાં વીરબાઈ એકલા રે
તારી વીરબાઈને મેલ મારી સાથમાં રે
તમે ઉઠો ઉઠો વીરબાઈ પાતળા રે
તમારે જાવું છે મહાત્માની સાથમાં રે
જલે જોળી ડંડો લીધો છે હાથમાં રે
જલો પાદર સુધી વળાવવા ચાલીયો રે
જોયો જોયો રે જલા તારો આતમા રે
તારો આત્મા છે પરમાત્મા રે
જગ્યા ચાલશે જલા તારા સતમાં રે
સાખી :
હે રામનામ મેં લીન હૈ દેખત સબ મેં રામ રે
તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ રે બાપા જય જય શ્રી જલારામ
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે શીરડી ધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
સાંઈબાબાના દર્શન કરીએ
વાલીડો મારો..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે ગોકુળ ધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે,
કૃષ્ણ કનૈયા ના દર્શન કરીએ
વાલીડો મારો..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે અયોધ્યા ધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
રામચંદ્રજીના દર્શન કરીએ
વાલીડો મારો..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે વીરપુર ધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
જલાબાપાના દર્શન કરીએ
વાલીડો મારો..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે ડાકોર ધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
રણછોડજીના દર્શન કરીએ
વાલીડો મારો..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે દ્વારિકાધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
દ્વારિકાધીશના દર્શન કરીએ
વાલીડો મારો..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાહેલી મારી રોજ કેતી તી કે આપણે આરાસુરધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
અંબા માતા ના દર્શન કરીએ
માતાજી મારી..(૨) મંદિરમાં બેસીને સૌના દુઃખડા હરે છે
સાખી
હે... નારદજીની વીણા બોલે, રઘુપતિ રાઘવ રાજા રામ
શંકરજીનુ ડમરુ બોલે પતિત પાવન સીતારામ
નંદરાણી નંદરાણી નંદરાણી રે સાંભળો નંદરાણી
હું તો ગઈ તી જમુનાજીના પાણી રે સાંભળો નંદરાણી
મને મારગડે મળીયા દાણી રે સાંભળો નંદરાણી
મારી નવરંગ ચૂંદડી તાણી રે સાંભળો નંદરાણી
નંદરાણી નંદરાણી નંદરાણી રે સાંભળો નંદરાણી
તારા કાનુડાએ કાંકરી મારી રે સાંભળો નંદરાણી
મારી મારગમાં મટકી ફોડી રે સાંભળો નંદરાણી
મારા મીઠા ગોરસડાં ઢોળે રે સાંભળો નંદરાણી
મારા ભીંજાય ચણીયો ચોળી રે સાંભળો નંદરાણી
તારા કાનુડાને બાંધજે તાણી રે સાંભળો નંદરાણી
એ તો બોલે છે અવળ વાણી રે સાંભળો નંદરાણી
માડી આવા તે દુઃખ કોને કહીએ રે સાંભળો નંદરાણી
આવા ગોકુળમાં કેમ કરી રહીએ રે સાંભળો નંદરાણી
નંદરાણી નંદરાણી નંદરાણી રે સાંભળો નંદરાણી
સાખી
ગોપીકાની મહીની મટકી,કંકર મારી ફોડે છે
નંદજી નટખટ કાનો મહી માખણને ઢોળે છે
આવે કાનો છાનોમાનો મારુ કહેવું સાચું માનો
આવે માખણ ખાવા કાજ એ તો ગોવાળોની સાથ
લાવે દાઉને સંગાથ એતો ગોવાળોની સાથ
આવે કાનો છાનોમાનો મારુ કહેવું સાચું માનો
એવો ચકોર છે કનૈયો… માડી તમારો આ છૈયો
શીકુ તોડે ગોરસ ઢોળે પકડાતો ના...આવે કાનો છાનોમાનો
લાવે ગોવાળીયાની ટોળી માખણ મફતનુ લે ચોરી
ગોરસ ઢોળે વાછરુ છોડે શરમાતો ના
આવે કાનો છાનોમાનો મારુ કહેવું સાચું માનો
સુતેલા બાળને રડાવે આંખો કાઢીને ડરાવે
ખોળે લેજો ઠપકો દેજો સમજાવો મા
આવે કાનો છાનોમાનો મારુ કહેવું સાચું માનો
મંડળ કહે છે હાથ જોડી જઈએ ક્યાં ગોકુળને છોડી
રોજનુ લાગ્યું ભવનુ ભાંગ્યુ વિનવુ છુ મા
આવે કાનો છાનોમાનો મારુ કહેવું સાચું માનો
ધૂન
કાના આવો અમારી સાથે રમવા ને
તને સોનાના સોગઠે રમાડુ રે કાનો આવો
મારા સસરા ગયા છે પરદેશમાં રે
મારી સાસુ ગયા છે તીરથ કરવા રે
કાના આવો અમારી સાથે રમવા ને
મારા જેઠ ગયા છે ઓફિસે રે
મારી જેઠાણી ગયા છે પાણી ભરવા રે
કાના આવો અમારી સાથે રમવા ને
મારા દિયર ગયા છે દડો રમવા રે
મારી દેરાણી ગઈ છે મૈયર મહાલવા રે
કાના આવો અમારી સાથે રમવા ને
મારા નણંદ ગયા છે બજાર ફરવા રે
મારા નણદોઈ ગયા છે તેને શોધવા રે
કાના આવો અમારી સાથે રમવા ને
મારા પિયુ ગયા છે પિક્ચર જોવા રે
મારી પાડોશણ ગઈ છે પંચાત કરવા રે
કાના આવો અમારી સાથે રમવા રે
કાનો વાંસળી વગાડે મધરાતની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
વાંસળી વાગી વૃંદાવન
શોધુ શ્યામને વન વન
હું તો અજાણ છુ વૃંદાવન વાટની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
વાલો વગાડે ચકચૂર
તેથી બની હુ મજબૂર
મને સમજ ન પડે કોઈ વાતની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
હતી ઘરમાં લીલા લહેર
કીધો વાંસલડીનો શોર
લોકો વાતો કરે છે જાતજાતની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
શ્યામને શોધુ વનોવન
નથી જડતો ચિતચોર
હુ તો નથી રહી ઘરની કે ઘાટની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
એવો દિવસ ક્યારે આવે
કાનો વાંસલડી સંભળાવે
મંડળ વાટલડી જુએ છે પ્રભાતની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
તારા રંગે કાના હું રંગાઈ ગઈ
તારી હારે પ્રીતલડી બંધાઈ ગઈ
તારા વિના બીજુ કોઈએ નજરમાં આવે નહિ
તુ તો આવી સમાયો મારી આંખોમાં
મારો વાલમ વરણાગી છે લાખોમાં
તારા વિના બીજુ કોઈએ નજરમાં આવે નહિ
તારી મારી આ પ્રીતને શુ જાણે દુનિયા
સાચેસાચુ કહું તો ના માને દુનિયા
તારા વિના બીજુ કોઈએ નજરમાં આવે નહિ
તુ છે કાળો કનૈયા હું તો છુ ગોરી
નંદલાલા તે લીધું મારુ ચિત્તચોરી
તારા વિના બીજુ કોઈએ નજરમાં આવે નહિ
ગામ ગોકુળની ગલીઓમાં વાત થઇ ગઈ
બિંદુ તારી દીવાની એ છાપ રહી ગઈ
તારા વિના બીજુ કોઈએ નજરમાં આવે નહિ
સાખી
હે..કાનો કળાયેલ મોરલો ને રાધા ઢળકતી ઢેલ રે
ગોપીઓ વનની વીરડી ને મારો કાનો છોગાળો છેલ રે
તારા વિના મારુ મનડુ મૂંઝાય છે
તારા વિના મારુ મનડુ મૂંઝાય છે
ચેન પડતું નથી(૨) મને કંઈનું કઇ થાય છે
જમુના કિનારે તને જોયો છે જ્યારથી
તારી પાછળ હુ તો પાગલ છુ ત્યાર થી
સૂનુ આ ઘર મને ખાવા તો ધાય છે(૨)
ચેન પડતું નથી સામે તુ તો દેખાય છે...
મોરલી વગાડીને મનડુ હર્યુ તે
આંખોના અણસારે કામણ કર્યુ તે
ખબર નથી આવુ શાને રે થાય છે (૨)
ચેન પડતું નથી વાત લોકોમાં થાય છે
મંડળના શ્યામ તારી માયા મુકાય ના
ઘરના કામોમાં તો ચિત્ત પરોવાય ના
તારા વિના હવે ઘડી ના રહેવાય છે(૨)
ચેન પડતું નથી(૨)શાને છેટો તુ જાય છે
સાખી
ઓ કનૈયા તારા પ્રેમમાં હુ રોજ રહુ મસ્તાની
મંડળ માંગે હેતથી તમે દયો દર્શનના દાન રે
ભાવ વિના વાલો ભીંજાયના ભીંજાયના
મારુ તારુ મનથી મૂકાયના મૂકાયના
જ્યાં સુધી સાચુ સમજાય ના તુ ભક્તિના રંગે રંગાય ના
હરિ ૐ જયારે મુખથી જપાય ના, એ ભક્તિથી શુ થાય
ભક્તિમાં દિલડુ રંગાય ના રંગાય ના
વ્હાલામાં મનડુ ખોવાય ના ખોવાય ના
આંખોથી રૂપને જોવાય ના જોવાય ના
હરિ હરિ મુખથી બોલાય ના બોલાય ના
કહેવુ ઘણુ પણ કરવું મુશ્કેલ,
ભક્તિની વાતો યે કરવી મુશ્કેલ
મુખથી ફક્ત કહેવાય ના કહેવાય ના
તેથી તારા પાપો ધોવાય ના ધોવાય ના
જ્યાં સુધી સાચુ સમજાય ના તુ ભક્તિના રંગે રંગાય ના
હરિ ૐ જયારે મુખથી જપાય ના, એ ભક્તિથી શુ થાય
રસ્તો છે દૂર જાવું જરૂર,
ઘટી જશે તારી આંખોના નૂર
નરહરિ કહે કાઈ રાખે મગરૂર
વાલા હુ તો તારા ચરણોની ધૂળ
સત્ય વિના સાચુ સમજાય ના સમજાય ના
કૃપા વિના ગુણલા ગવાય ના ગવાય ના
ભાવ વિના વાલો ભીંજાયના ભીંજાયના
મારુ તારુ મનથી મૂકાયના મૂકાયના
જ્યાં સુધી સાચુ સમજાય ના તુ ભક્તિના રંગે રંગાય ના
હરિ ૐ જયારે મુખથી જપાય ના, એ ભક્તિથી શુ થાય
સાખી
હે.... જીવનભર તુ ગાવા દેજે પ્રભુજી તારા ગીત રે
ગાતા ગાતા કરવી મારે તારી હારે પ્રીત રે વાલા ...
રૂકજા ઓ કાન્હા જરા રૂકજા
હું તો આવી કાન્હા તને મળવા
પ્રીત લાગી મને તારી સાથમાં
હું તો આવી કાન્હા તને મળવા
તું જશોદાનો લાલો છે તું નંદનો દુલારો છે
તું ગોપીઓનો પ્યારો છે તું માખણ ખાનારો છે... રૂકજા ઓ કાન્હા
તારી વાણી અવિચળ છે તારી મોરલી મનોહર છે
તારી મોરલી સુણીને હું તો આવી દોડી દોડી ... રૂકજા ઓ કાન્હા
જમુના તટ પર આવી મીઠી મોરલી વગાડે છે
મારા સ્વપનમાં આવીને તું શીદને જગાડે છે ... રૂકજા ઓ કાન્હા
હું તારી રાધા છુ તું મારો કન્હૈયો છે
તારી મારી પ્રીત વ્હાલા આખુ ગામ જાણે છે ... રૂકજા ઓ કાન્હા
સાખી
હે,,,,,,,વૃંદાવનની કુંજગલીમાં વાલો રાસ રચાવે છે
એક એક ગોપીને એક એક કાનો થૈ થૈ નાચ નચાવે છે રે વાલો ..ને મોહને મોરલી વગાડી રે..
ગોકુળિયામાં નંદ ઘેર નાચે જશોદાનો જાયો મોરલીવાળો
કાને કુંડળ માથે મુગટ જશોદાનો જાયો મોરલીવાળો
જળ ભરવા ગઈ તી કાનુડાએ જોઈ તી
કાંકરી મારી મટકી ફોડી જશોદાનો જાયો...
સ્નાન કરવા ગઈ તી કાનુડાએ જોઈ તી
વસ્ત્રો લઇને નાસી ગયો જશોદાનો જાયો...
મહી વેચવા ગઈ તી કાનુડાએ જોઈ તી
માખણ ખાધુ ઢોળી નાખ્યુ જશોદાનો જાયો...
રસોઈ કરવા બેઠી તી કાનુડાએ જોઈ તી
ઢેબરાં લઈને ચાલતી પકડી જશોદાનો જાયો...
રાસ રમવા ગઈ તી કાનુડાએ જોઈ તી
પાલવ પકડી ઉભી રાખી જશોદાનો જાયો...
વૃંદાવનમાં ગઈ તી રાસ રમી રહી તી
મોરલી છેડી ભાન ભુલાવે જશોદાનો જાયો...
ભજનમાં ગઈ તી કાનુડાએ જોઈ તી
મારી સંગે છુમ છુમ નાચે જશોદાનો જાયો...
સાખી
હે... જળ ભરવાને પાણી ગ્યાતા,કાનુડે કાંકરી મારી રે
કદમ્બ કેરા ઝાડે ચડી
ઊંચા મહેલો ઊંચી અટારી
મહીં મંદિરની શોભા ન્યારી
જુએ સુદામો ધારી ધારી
દ્વારીકા...દ્વારીકા...
સોનાના શિખર ને સોનાની જાળી
સુખડ ઝરુખા ને સુખડ ની બારી
મોતીડાની સેરો સારી
દીસે છે ઝાકમઝોળ ...ઊંચા..
આંગણીયે રંગોળી સોહે રૂપાળી
વરણાગી વેશે મ્હાલે નરનારી
સોનવરણી આ છે નગરી
શોભા છે અપરંપાર ...ઉંચા...
સોનાના મહેલે શામળિયો બિરાજે
દરવાજે એના ચોઘડિયા રે વાગે
હાથી ઝૂલે દ્વારે દ્વારે
દીસે છે રંગ શણગાર...ઊંચા...
સુદામો આવ્યા શ્રીકૃષ્ણના દ્વારે
ઉભો ઉભો એ તો મનમાં વિચારે
બંસીધર થઈ બેઠો રાજા
હું તો રહ્યો છુ કંગાલ...ઊંચા...
સાખી...
હે વેણુ વગાડી મનડાં હાર્યને અંતર જ્યોત જગાવી છે
શ્યામમંડળની બહેનો તમને મળવા માટે આવી છે રે વાલા
સોના ચાંદીના ઘરમાં સેટ છે
તોયે તુ શા માટે અપસેટ છે...
હીરા મોતીને સોફાસેટ છે
તોયે તુ શા માટે અપસેટ છે...
નીતિ જીવનમાં ચોખ્ખી રાખે ના
પરસેવો મહેનતનો તુ પાડે ના
લોહી ગરીબનું ચૂસતા થાકે ના
દયા બીજાની ઉપર રાખે ના ...
મોંઘામાં મોંઘો તારો ફ્લેટ છે
તોયે તુ શા માટે અપસેટ છે...
જેનું જીવન તો સીધું સાદું છે
સંસારી કપડામાં એ સાધુ છે
ઈશ્વરને સાથે રાખી ચાલે છે
આનંદના સાગરમાં એ મ્હાલે છે...
ભક્તો કહે તુ મોટો શેઠ છે
તોયે તુ શા માટે અપસેટ છે...
સોના ચાંદીના ઘરમાં સેટ છે
તો યે તુ શા માટે અપસેટ છે..
સાખી:
હે... બી.એ. થયા તમે સી.એ. થયા વળી બીકોમ. થવાની માજા રે પડી
પણ વિનય વિવેક જો શીખ્યા નહિ તો તારા બી.એ. સી.એ. માં ધૂળ પડી
રામ રમે સોગઠે રે, ધરમના સોગઠે રે
શબરી વાટ્યું જુએ છે મારા રામની
પહેલી બાજી રમીયાં રામ જનકપુરમાં જઈને
રામે ધનુષ ભંગિયા રે (૨) શબરી વાટ્યું જુએ છે...
બીજી બાજી રમીયાં રામ અયોધ્યામાં જઈને
રામે ભગવા પેરિયા રે (૨) શબરી વાટ્યું જુએ છે...
ત્રીજી બાજી રમીયાં રામ પંચવટીમાં જઈને
રામે મૃગલો મારીયો રે (૨) શબરી વાટ્યું જુએ છે...
ચોથી બાજી રમીયાં રામ રામેશ્વરમાં જઈને
રામે સેતુ બાંધીયા રે (૨) શબરી વાટ્યું જુએ છે...
પાંચમી બાજી રમીયાં રામ લંકાનગરી જઈને
રામે રાવણ મારીયો રે (૨) શબરી વાટ્યું જુએ છે...
છઠ્ઠી બાજી રમીયાં રામ અયોધ્યામાં જઈને
રામે તિલક તાણીયા રે (૨) શબરી વાટ્યું જુએ છે...
રામ સિયારામ સિયારામ જય જય રામ.. (૨)
સાખી:
હે... ચારે ભાઈઓની સુંદર જોડી હસતા રમતા ખેલે હોળી
એમાં સૌથી મોટા રામ.. શ્રી રામ જય રામ જય જય રામ
રામ રાઘવની જય... સીતાપતિની જય...
બોલો કૌશલ્યાના જાયાની જય જય જય...
દર્શન દેજો રે અંબે માઁ દર્શન દેજો રે
ભલે દિવસ હોય કે રાત હોય, ભલે સવાર હોય કે સાંજ હોય
તમે દર્શન દેજો રે... દર્શન દેજો રે અંબે માઁ...
આજ આવુ કાલ આવુ, તો યે અંબાજી ના અવાય રે માઁ (૨)
માસ વીતી જાય, વરસ વીતી જાય, તો યે અંબાજી ના અવાય રે (૨)
ભલે મંદિરે આવુ કે ના આવુ તમે દર્શન દેજો રે ... દર્શન દેજો રે અંબે માઁ...
પૂજા ન જાણુ સેવા ન જાણુ, જાણુ તમારું નામ રે માઁ (૨)
વેદ ન જાણુ ભેદ ન જાણુ, જાણુ તમારું નામ રે માઁ (૨)
ભલે પૂજા કરુ કે ના કરુ, તમે દર્શન દેજો રે... દર્શન દેજો રે અંબે માઁ...
મારે તમારો એક આધાર માઁ, ગુણલા તમારા ગવાય રે માઁ (૨)
નમન કરીને શ્યામ મંડળ કહે છે, ગુણલા તમારા ગવાય રે માઁ (૨)
ભલે નમન કરુ કે ના કરુ તમે દર્શન દેજો રે... દર્શન દેજો રે અંબે માઁ...
સાખી
હે... અજવાળું અંબા તણુ ચૌદ લોકમાં પથરાય રે
પણ ભાગ્ય વિનાનો માનવી માં અંધારે અથડાય રે માઁ ...
એક દીકરાની ખોટે રે એની માડી નદીએ નાહવા જાય
આરે આરે નાહી વળ્યા,
નાહી ધોઈને બહાર આવ્યા
પીપળે પાણી રેડયા રે એની માડી નદીએ નાહવા જાય
રણછોડરાયને મંદિર આવ્યા,
પાયે પડીને એવું માગ્યું
વ્હાલા દીકરો આપો રે એની માડી નદીએ નાહવા જાય
મારગમાં બે સંતો મળ્યા,
સંતોએ આશીર્વાદ આપ્યા
દેવ જેવો દીકરો આપ્યો,
માડી તો હરખાયા રે એની માડી નદીએ નાહવા જાય
માડીએ તો બાધા કીધી,
માનતાઓ માની લીધી
દીકરો મોટો થયો રે એની માડી નદીએ નાહવા જાય
દીકરાને ભણાવ્યો રે એની માડી નદીએ નાહવા જાય
વહાલાને તો વેરી કીધા
કચરાને પોતા કીધા
વાસણને કપડાં કર્યા,
દીકરાને પરણાવ્યો રે એની માડી નદીએ નાહવા જાય
ધામધૂમથી વાજતે ગાજતે
બેન્ડ વાજા વગડાવ્યા રે એની માડી નદીએ નાહવા જાય
માડીએ તો મોડ મુક્યો
રામણદીવો ઝાલી લીધો
મંગળ લ્હાવો લીધો રે એની માડી નદીએ નાહવા જાય
મોટા ઘરની વહુ આવી,
કરીયાવરમાં કાંઈ ન લાવી
ફેશનની ફરેલી રે એની માડી નદીએ નાહવા જાય
મિજાજની ભરેલી રે એની માડી નદીએ નાહવા જાય
સાસુ મંદિરેથી આવ્યા,
વહુ બેટા પાણી આપો
હું તો નથી નવરી રે એની માડી નદીએ નાહવા જાય
જાતે તમે પાણી પીવો,
વહુરાણી તો ઘણું બોલે
સાસુજી તો કંઈના બોલે
તણખલાની તોલે રે એની માડી નદીએ નાહવા જાય
દેવનો દીધેલો દીકરો
વહુના કહેવાથી એવું બોલ્યો
મને જુદુ આપો રે એની માડી નદીએ નાહવા જાય
માડીનું તો દિલ દાઝ્યું
મનમાં ઘણો આઘાત લાગ્યો
માડી દુઃખી થયા રે એની માડી નદીએ નાહવા જાય
માને લઇને દીકરો ચાલ્યો
ઘરડા ઘરમાં મૂકી આવ્યો
માને મૂકી આવ્યો રે એની માડી નદીએ નાહવા જાય
સર્વે સાસુને એટલું કહું છુ
કેડ બાંધીને ભજન કરજો
ધોએ લુગડે જાશો રે એની માડી નદીએ નાહવા જાય
સર્વે વહુઓને એટલું કહું છુ
સાસુજીની સેવા કરજો
માયા મૂડી મળશે રે એની માડી નદીએ નાહવા જાય
ગા..ગા..ગા.. મારી બેની.. મારી બેની
તુ હરિના ગુણલા ગા... ગાયે જા....ગાયે જા..
મરે તુ મથી મથી.. કોઈ કોઈનું નથી
જવાનું જયારે થાશે.. સંગાથી કોઈ નથી
જાગી જા...લાગી જા..
તુ હરિના ગુણલા ગા... ગા..ગા..ગા..
પ્રભુ વિના કોઈ નથી.. જોયું મેં મથી મથી
સમય છે બાકી હજુ.. ખોટું ના કરશો નહિ
ચેતી જા..જાગી જા..
તુ હરિના ગુણલા ગા... ગા..ગા..ગા..
અંતરના પડદા તુ ખોલ.. ચિત્ત હરિમા તુ જોડ
નરહરિ હરિ તુ બોલ.. માયાની મસ્તી તુ તોડ
સમજી જા..ચેતી જા..
તુ હરિના ગુણલા ગા... ગા..ગા..ગા..
સાખી:
હે.. રામ ભજન જ્યાં હોય ત્યાં તમે ઝટપટ બેસી જાવ રે..
રામભજનમાં બેઠા પછી તમે ગવડાવીને ગાવ રે..
જુઓ જુઓ જમાનો બદલાયો (૨)
આજે ફેશનના વાયરા વાય... જમાનો બદલાયો
પહેલા સીતારામ સીતારામ બોલતા હતા
આજે બાય બાય ને હેલો બોલાય... જમાનો બદલાયો
પહેલા બા અને બાપુજી કહેતા હતા
હવે મમ્મી ને ડેડી બોલાય... જમાનો બદલાયો
પહેલા શાક અને રોટલા ખાતા હતા
હવે પિઝા ને બર્ગર ખવાય... જમાનો બદલાયો
પહેલા દૂધ અને ઘી ખુબ ખાતા હતા
આજે હોટેલમાં બોટલ પીવાય... જમાનો બદલાયો
પહેલા માતાજીના ભજન ગાતા હતા
આજે ફિલ્મોના ગીતો ગવાય... જમાનો બદલાયો
પહેલા રામાયણની કથા બહુ કરતા હતા
આજે પિક્ચર ને સીરીયલ જોવાય... જમાનો બદલાયો
પહેલા પાન ને સોપારી ખાતા હતા
આજે વિમલ ને ગુટખા ખવાય... જમાનો બદલાયો
પહેલા નીચે બેસીને ભોજન કરતા હતા
હવે લગનમાં ઉભા ઉભા ખાય... જમાનો બદલાયો
પહેલા ચણીયો ને ચોળી પહેરતા હતા
હવે જીન્સ ને ટીશર્ટ પહેરાય... જમાનો બદલાયો
પહેલા ગાય ને ભેંશ બધા રાખતા હતા
હવે કૂતરાને લાડ કરાય... જમાનો બદલાયો
પહેલા સાસુજીની સેવા કરતા હતા
હવે ઘરડા તે ઘરમાં મુકાય... જમાનો બદલાયો
પહેલા સાસુજીનું વચન વહુ પાળતા હતા
હવે સાસુને ખીજવાય જવાય... જમાનો બદલાયો
જુઓ જુઓ જમાનો બદલાયો (૨)
આજે ફેશનના વાયરા વાય... જમાનો બદલાયો
સાખી:
હે... લેવાય તો તમે દુવાઓ લેજો હાયકારો લેશો નહીં
દેવાય તો દેજો આવકારો પણ જાકારો દેશો નહીં
મારા પરિવારનો પાલવ સંભાળજે હો માઁ
અખંડ સૌભાગ્ય મને આપજે હો માઁ
મને મહિયરીયું વૈકુંઠ જેવું આપજે હો માઁ
સાસરીયુ સ્વર્ગ જેવું આપજે હો માઁ
મને સસરા દશરથ જેવા આપજે હો માઁ
સાસુ કૌશલ્યા જેવા આપજે હો માઁ... મારા પરિવારનો...
મારા વીરાની વાડી સજાવજે હો માઁ
ભાભીનો ચૂડો અમર રાખજે હો માઁ... મારા પરિવારનો...
મારા દિયરની વેલ વધારજે હો માઁ
દેરાણીનો ચૂડો અમર રાખજે હો માઁ
મને નણંદ સુભદ્રા જેવા આપજે હો માઁ
નણદોઈ અર્જુન જેવા આપજે હો માઁ... મારા પરિવારનો...
મારા સ્વામીને રામ જેવા રાખજે હો માઁ
સોહાગનું સિંદૂર સજાવજે હો માઁ
મારો ચાંદલો પૂનમ જેવો રાખજે હો માઁ
ચૂડલો અખંડ કરી રાખજે હો માઁ... મારા પરિવારનો...
મારા પુત્રના પરિવારને સંભાળજે હો માઁ
વહુને સૌભાગ્યવતી રાખજે હો માઁ... મારા પરિવારનો..
મારા મિત્ર-કુટુંબની તું માવડી હો માઁ
મારે કહેવી છે એક વાતડી હો માઁ
મારી નાવડીને પાર ઉતારજે હો માઁ
અખંડ સૌભાગ્ય મને આપજે હો માઁ... મારા પરિવારનો..
સાખી:
હે.. અંબા માગું એટલું તમને કદી ભુલાય ના
શરણ ગૃહયુ છે આપનુ માડી જોજે છૂટી જાય ના
આસો માસો શરદપૂનમની રાત જો, ચાંદલીયો ઉગ્યો રે સખી મારા ચોકમાં
સસરો મારો પેલા જનમનો બાપ જો
સાસુજી પેલા જનમની માવડી ... આસો માસો શરદપૂનમની…
જેઠ મારો અષાઢીનો મેઘ જો
જેઠાણી ઝબૂકે વાદળ વીજળી... આસો માસો શરદપૂનમની…
દિયર મારો ચંપા કેરો છોડ જો
દેરાણી ચંપા કેરી પાંદડી... આસો માસો શરદપૂનમની…
નણંદ મારી વાડીમાંની વેલ જો
નણદોઈ વાડી રે માનો મોરલો... આસો માસો શરદપૂનમની…
પરણ્યો મારો સગી નણંદનો વીર જો
તાણીને બાંધે રે નવરંગ પાઘડી... આસો માસો શરદપૂનમની…
શરદપૂનમની રાતડી રંગ ડોલરીયો,
માતાજી રમવા દો રે રંગ ડોલરીયો
રમી ભમીને ઘેર આવીયા રંગ ડોલરીયો
માતાજી જમવા દો રે રંગ ડોલરીયો
માતાએ પીરસી લાપસી રંગ ડોલરીયો
મહી પાશેર રેડ્યા ઘી રે રંગ ડોલરીયો…
શરદપૂનમની રાતડી રંગ ડોલરીયો
સાસુજી રમવા દો રે રંગ ડોલરીયો
રમી ભમીને ઘેર આવીયા રંગ ડોલરીયો
સાસુજી જમવા દો ને રંગ ડોલરીયો
સાસુ એ પીરસ્યા કોદરા રંગ ડોલરીયો
મહી ટીપુ રેડ્યા તેલ રે રંગ ડોલરીયો
હે… શરદપૂનમની રાતડીને ચાંદો ચડ્યો આકાશ રે
હાથ જોડીને વિનવું વાલા અમને રમાડો રાસ રે...
પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા
રાજા દશરથ ઘેર જન્મ ધરીને
પિતાના વચન પાળનારા હો રામ ...
ગંગા ઉતરવાને કેવટની પાસે
નદી કાંઠે નાવ માગનારા હો રામ...
હરણ કરવાને શુર્પણખા આવી
નાક ને કાન કાપનારા હો રામ ...
રાજા રાવણને રણમાં જ રોળ્યો
વિભીષણને રાજ આપનારા હો રામ...
ભક્ત વત્સલ ભગવાન ભોળાનાથ
ભક્ત કેરા દુઃખ કાપનારા હો રામ...
વીર હનુમાનને અમર કીધા
ભક્ત વત્સલ કહેવાયા હો રામ
શ્યામ મંડળ કહે ભાવે ભજી લ્યો
ભક્તોને અમર કરનારા હો રામ...
રામ સિયારામ સિયારામ જાય જાય રામ
રામ સિયારામ સિયારામ જાય જાય રામ
રામ રાઘવ ની જય અવધપતિની જય
બોલો અંજનીના જાયાની જય જય જય (૨)
અંબે માવડી રે તુજને લળી લળી લાગુ પાય
તારા નામથી રે પાપી પલમાં પાવન થાય... અંબે માવડી ...
ચાચર ચોકમાં રે બેઠી સાવજની અસવાર
સોળ શણગારમાં રે કેવી રુડી તું દેખાય...અંબે માવડી ...
ગગને ગાજતું રે તારું મંદિર ઝાકમઝોળ
ઊંચા આભમાં રે તારી લાલ ધજા લહેરાય...અંબે માવડી ...
દર્શન કરવા રે આવે લાખો નર ને નાર
હૈયે હેતનો રે સાગર છલોછલ છલકાય ...અંબે માવડી ...
માંગ્યુ આપતી રે માઁ તુ એવી દીનદયાળ
ચરણે ઝૂકતો રે માડી બિંદુ તારો બાળ ...અંબે માવડી ...
સાખી:
હે અજવાળુ અંબા તણુ ચૌદ લોકમાં પથરાય રે
પણ ભાગ્ય વિનાનો માનવી, માઁ અંધારે અથડાય રે
લાવો કંકુડાને ચોખલીયા રંગાવો રે
ઈ રે ચોખલીયા આરાસુર ધામ મોકલાવો રે
આરતેસૂરના અંબેમાઁ તમે આવો રે
નહિ રે આવો તો માડી જાશે તમારી લાજ રે... લાવો કંકુડાને…
આકાશમાંથી ઊતર્યા રે ભોળી ભાવની માઁ
ઊતર્યા એવા નોતર્યા રે ભોળી ભાવની માઁ
ઊતર્યા કિયાભાઈને ઓરડે રે ભોળી ભાવની માઁ
ખીર ખાંડ ને રોટલી રે ભોળી ભાવની માઁ... આકાશમાંથી ...
માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો સુથારીને દ્વાર
અલી સુથારીની નાર તુ તો સૂતી હોઈ તો જાગ
માઁ ને ગરબે રે રૂડા બાજોટ મેલાવ.... માઁ નો ગરબો ...
ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માઁય અંબા ઝૂલે છે
માઁ ને ઝૂલે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝુલાવે ખમ્મા ખમ્મા કહી
માડી ઝૂલે ને ભક્તો રાજી થાય અંબા ઝૂલે છે... ઝૂલે ઝૂલે છે…
આસમાની રંગની ચુંદડી રે.. માઁ ની ચુંદડી રે.. માઁ ની ચુંદડી લહેરાય
ચુંદડીમાં ચમકે માઁનુ મુખડુ રે.. માઁનુ મુખડુ રે.. માઁ ની ચુંદડી લહેરાય… આસમાની રંગની…
તુ કાળી ને કલ્યાણી હો માઁ જ્યા જોઉં ત્યાં જોગમાયા
તને પહેલા તે યુગમાં જાણી હો માઁ જ્યા જોઉં ત્યાં જોગમાયા
તુ શંકર ઘેર પટરાણી હો માઁ જ્યા જોઉં ત્યાં જોગમાયા... તુ કાળી ને…
પેલા ડુંગરાવાળા ડોશી મને લાડ લડાવે
લાડ લડાવે રે મને લાડ લડાવે... પેલા…
ખેલ ખેલ રે ભવાની માઁ જય જય અંબે માઁ
જય જય અંબે માઁ (૨)
તુ તો પાવાની પટરાણી માઁ જય જય અંબે માઁ… ખેલ ખેલ રે…
અંબા માંગુ તારી પાસ, મારી પુરી કરજો આશ
હું તો માંગી માંગીને માંગુ એટલું.. મારો અમર રાખોને ચૂડી ચાંદલો… અંબા માંગુ…
માડી મહીસાગરને આરે ઢોલ વાગે છે
વાગે છે ઢોલ વાગે છે… માડી મહીસાગરને ....
સાખી:
હે… રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર વાગે ને રંગત રાસ રમાય
ડમક ડમક ડમ ડમરુ વાગે ને ધિનક ધિનક ધરા થાય
હાલોને માડી ગરબે રમાડું કે ગરબે જ્યોત જલાવું (૨)
અંદર થી કોઈ પૂજા કરે છે, બહાર થી કોઈ પાયે પડે છે
અંબા માઁ ને બહુચર માઁ બે બેન છે (૨)
અંબામા નું આરાસુર ધામ છે, બહુચરમાનું શંખલપુર ધામ છે
આરાસુર ને શંખલપુર બે ધામ છે(૨)... અંદરથી ...
અંબા મા ની વાઘ પર સવારી છે, બહુચરમાની કુકડા પર સવારી છે
વાઘ - કૂકડો બંને બેનને શોભતા (૨)… અંદરથી...
અંબા મા લાલ સાડી પેહરે છે, બહુચરમા લીલી સાડી પેહરે છે
લાલ - લીલી બંને બેન ને શોભતી (૨)... અંદરથી...
અંબામા મોટેરા બેન છે, બહુચરમા નાનેરા બેન છે
નાની - મોટી બંને બેનની જોડ છે (૨)... અંદરથી...
હાલો માઁના મંદિરીયે જઈએ રે… મેળાની રમઝટ જામી છે
એના પગથારે પાવન થઈએ રે… મેળાની રમઝટ જામી છે
ગામ ગામ ના સંઘો આવે રે… મેળાની રમઝટ જામી છે
માની લાલ ધજા લહેરાવે રે… મેળાની રમઝટ જામી છે
ચોક ચાચર નો ઘમઘમ ગાજે રે… મેળાની રમઝટ જામી છે
એના દરવાજે નોબત વાગે રે… મેળાની રમઝટ જામી છે
માઁના દર્શનીયે આવે નરનારી રે… મેળાની રમઝટ જામી છે
જાય માઁના ચરણોમાં વારી રે... મેળાની રમઝટ જામી છે
હાલો માઁના મંદિરીયે જઈએ રે… મેળાની રમઝટ જામી છે
ઢોલ ઢોલીના રૂડાં ઘમકે રે... મેળાની રમઝટ જામી છે
માઁના ગરબામાં ઘુઘરી ઘમકે રે... મેળાની રમઝટ જામી છે
એવો માનવ મહેરામણ ઉમટે રે... મેળાની રમઝટ જામી છે
જોઈ ભક્તોનું હૈયું હરખે રે... મેળાની રમઝટ જામી છે
હાલો માઁના મંદિરીયે જઈએ રે… મેળાની રમઝટ જામી છે
હાલો માઁના પગથારે થઈએ રે… મેળાની રમઝટ જામી છે
સાખી:
ખોડલ માઁ તું ખટકો રાખજે જોજે નીચા ન જાય રે
આવી અમને ઉગારજે,માઁ લાજ અમારી ન જાય રે માઁ
અંબે માં અંબે માં તારા વિના (૨)
ગમતુ નથી ગમતું નથી
ભોજન ના ભાવે નિંદર ન આવે
ઘડી ઘડી માડી તારી યાદ સતાવે… અંબે મા અંબે મા....
જીવન જાણે સૂનુ સૂનુ લાગે છે
ભણકારા ભીતરમાં તારા વાગે છે
બાળક તારો તુજને મળવા માગે છે
તો યે મુજને શાને અળગો રાખે છે
ભોજન ના ભાવે, નિંદર ના આવે,
ઘડી ઘડી માડી તારી યાદ સતાવે… અંબે મા અંબે મા....
કોને જઈને કહેવી દુઃખની વાતલડી
વાટ્યુ જોતા થાકી મારી આંખલડી
મોટુ મન રાખીને આવો માવલડી
ભક્તો નોંધારા છે ઝાલો બાવલડી
ભોજન ના ભાવે, નિંદર ના આવે,
ઘડી ઘડી માડી તારી યાદ સતાવે… અંબે મા અંબે મા....
સાખી:
હે... અંબા અંબા બોલતા,પ્રેમે પાડો પોકાર રે
મારી અંબા આવે દોડતી,એને જરીયે ન લાગે વાર રે .
મૈયા કા નામ અનમોલ બોલો મૈયા મૈયા
જિસકા ન લાગે કોઈ મોલ બોલો મૈયા મૈયા
સુરજ ભી બોલે મૈયા ચંદા ભી બોલે મૈયા
તારો કી ઝિલમિલ સે આવાજ આઈ મૈયા મૈયા... મૈયા કા નામ...
ધરતી ભી બોલે મૈયા, અંબર ભી બોલે મૈયા
સાગર કી લહેરો સે આવાજ આઈ મૈયા મૈયા... મૈયા કા નામ...
માટી ભી બોલે મૈયા, પર્વત ભી બોલે મૈયા
હવા કે ઝોંકો સે આવાજ આઈ મૈયા મૈયા... મૈયા કા નામ...
રાધા ભી બોલે મૈયા, રૂક્ષ્મણી ભી બોલે મૈયા
કાન્હા કી બંસી સે આવાજ આઈ મૈયા મૈયા... મૈયા કા નામ...
બ્રમ્હા ભી બોલે મૈયા,વિષ્ણુ ભી બોલે મૈયા
શંકર કે ડમરુ સે આવાજ આઈ મૈયા મૈયા... મૈયા કા નામ...
નદીયાં ભી બોલે મૈયા, પાની ભી બોલે મૈયા
શ્યામ મંડળ સે આવાજ આઈ મૈયા મૈયા... મૈયા કા નામ...
સાખી:
હે... અંબા તારા ખોળે બેઠી ચિંતા મુજને શાની રે..
માં દીકરીની પ્રેમ સગાઇ શી રીતે છૂટવાની રે માં..
માડી તારા ખોળામાં રોજ મને રમવા દે
છેડો તારો ઝાલીને ભવજળ તરવા દે
તારા વિના દુનિયામાં, કોણ મારુ બેલી છે (૨)
સદા તારા (૨) ચારણોની સેવા મને કરવા દે... માડી તારા...
તારે બાળ છે ઝાઝા, મારે માડી એક તું છે (૨)
દયા કરી (૨) દીકરાને માની હારે મળવા દે... માડી તારા...
અધીરા આ મનડાંને, માયા તારી લાગી છે (૨)
માડી તારી (૨) ભક્તિનું ભાથું મને ભરવા દે... માડી તારા...
માડી તારું હૈયું તો, હેતથી ભરેલું છે
તારા સ્નેહ (૨) સાગરમાં બિંદુ બની ભળવા દે... માડી તારા...
સાખી:
હે... લાલ ધજા મારી માંની ફરકે ધોળી ધજા મારા રણછોડની
આરાસુરમાં અંબા બિરાજે પાવાગઢ મહાકાળી રે.. માં...
અંબે માંનો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
રમતો આવે ભમતો રે રેલગાડીમાં રમતો આવે
આરાસુર ધામે રે રેલગાડીમાં રમતો આવે
મોતીડે વધાવો રે રેલગાડીમાં રમતો આવે
મહાકાળી નો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
પાવાગઢ ધામે રે રેલગાડીમાં રમતો આવે
રમતો આવે ભમતો રે રેલગાડીમાં રમતો આવે
ચોખલિયે વધાવો રે રેલગાડીમાં રમતો આવેv
ખોડલ માંનો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
રાજપરા ધામે રે રેલગાડીમાં રમતો આવે
ફૂલડે વધાવો રે રેલગાડીમાં રમતો આવે
ચામુંડા માંનો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
ચોટીલા ધામે રે રેલગાડીમાં રમતો આવે
રમતો આવે ભમતો રે રેલગાડીમાં રમતો આવે
દીવડા પ્રગટાવો રે રેલગાડીમાં રમતો આવે
બહુચર માંનો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
બહુચરાજી ધામે રે રેલગાડીમાં રમતો આવે
રમતો આવે ભમતો રે રેલગાડીમાં રમતો આવે
મોતીડે વધાવો રે રેલગાડીમાં રમતો આવે
અંબે માંનો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
રમતો આવે ભમતો રે રેલગાડીમાં રમતો આવે
સાખી:
હે... બહુચરવાળી પાવાવાળી જય મહાકાળી માવલડી
તું બિરદાળી ગબ્બરવાળી મળજે મારી માવલડી રે.. માં..
ચાઈના દેશથી રે આવ્યો એક કોરોના વાયરસ
દેશ પરદેશથી રે આવ્યો એતો ભારત દેશ મોઝાર
ભારત દેશના રે લોકોએ તેને લીધો આડે હાથ
દેશના લોકો રે મોઢે તમે બાંધો બરાબર માસ્ક
ભાઈઓ બહેનો રે ડોક્ટરો તમને વિનવે વારંવાર
ઘરની બહાર રે ના જાઓ તમે કોઈ કામ વગર
બહાર જાઓ તો રે આવીને તમે હાથ ધુઓ બરાબર
સૅનેટાઇઝર કે સાબુથી તમે હાથ ધુઓ બરાબર
ડૉક્ટર નર્સો રે તમને દઈએ ખુબ ખુબ ધન્યવાદ
કોરોના કાળમાં રે તમારી મહેનતને ખુબ પ્રણામ
જીવના જોખમે રે સેવા કરી લોકોની અપરંપાર
પહેલા લોકડાઉને બંધ કર્યા છે ધંધા ને રોજગાર
બીજા લોકડાઉને બંધ થયા છે હરિ કેરા દ્વાર
ત્રીજા લોકડાઉને દિવસે ખુલ્યા દુકાનો ને બજાર
ચોથા લોકડાઉને આખા દિવસનો થયો ધમધમાટ
બાળકો પૂછે રે ઘડી ઘડી ક્યારે ખુલશે સ્કૂલના દ્વાર
શ્યામ મંડળની રે વિનંતી માં ને દિલથી કરજો યાદ
આ નવરાત્રી રે ખેલૈયા તમે રમજો ઘરની માંય
ચાઈના દેશથી રે આવ્યો એક કોરોના વાઇરસ
સાખી:
હે.. કોરોના તને શરમ નથી તું કેટલાના લઈશ પ્રાણ રે.. (૨)
વાર તહેવાર તો ખાલી ગયા ને જીવવામાં ના રહ્યો સાર રે અલ્યા.
ભાઈ રે માછીડા વીરા હોડીમાં બેસાડને
જાવું છે ગંગા સામે પાર રે... હા... હા... ભાઈ રે...
તારી હોડીને સાચા હિરલે મઢાવું
ફરતી ટંકાવું ઘૂઘરમાળ રે... હા... હા... ભાઈ રે...
ચીર ફાડીને મેં તો હોડી શણગારી
બેઠા બેઠા જેસલ તોરલ નાર રે... હા... હા... ભાઈ રે...
આ કાંઠે ગંગા વ્હાલા ઓલે કાંઠે જમના
વચમાં ગોકુળિયું ગામ રે... હા... હા... ભાઈ રે...
વચમાં કાનુડો છડીદાર રે... હા... હા... ભાઈ રે...
અધવચ્ચે જાતા હોડી ડુબવાને લાગી
દરિયો માંગે છે જેસલ ભોગ રે... હા... હા... ભાઈ રે...
ગુરુના પ્રતાપે તોરલ રાણી રે બોલ્યા
જેસલ તારા પાપને પોકાર રે... હા... હા... ભાઈ રે...
મારા તે પાપને હું કેમ પોકારું
જેટલા માથાના વાળ રે... હા... હા... ભાઈ રે...
એટલા કરેલા કરમ રે... હા... હા... ભાઈ રે...
પાણી ભરંતા મેં તો પનિહારી પાછી વાળી
તોડી સરોવર પાળ રે.. હા... હા... ભાઈ રે...
ડુંગરે ચરંતી મેં તો ગાય પાછી વાળી
વાછરું વિખુટા પડાવ્યા રે... હા... હા... ભાઈ રે...
વનમાં ચરંતા મોર મેં ઉડાડ્યા
હરણાં માર્યા છે બે લાખ રે... હા... હા... ભાઈ રે...
બેની ભાણેજને મેં રે દુભવીયા
લૂંટી કુંવારી જાન રે... હા... હા... ભાઈ રે...
ગુરુના પ્રતાપે જેસલ તોરલ બોલ્યા
દેજો અમને સંત ચરણમાં વાસ રે... હા... હા... ભાઈ રે...
ભોળા તારું રે મંદિરીયુ રે મને ગમતું રે, સદા ગમતું રે
એ તો રાત દિવસ ધમધમતું
એ તો આરતી ના ટાણે ઝળહળતું રે ઝળહળતું રે
એ તો રાત દિવસ ધમધમતું
એક મને ગમતા રૂપાળા રામજી ને બીજા ગમતા તું
મારા નેણલાંને રોજ જોવા ગમતું રે જોવા ગમતું રે
એ તો રાત દિવસ ધમધમતું… ભોળા તારું રે…
રામના શરણે સહેજે ભોળાનાથ, ભોળાનાથ શરણે હું
મારુ ર્હદય રામ રટણ કરતુ રે સદા કરતુ રે
એ તો રાત દિવસ ધમધમતું… ભોળા તારું રે…
તમારા આંગણીયે ગંગા પાર્વતી, અક્ષર ભર્યા નીર
મારુ ર્હદય ૐ નમઃ શિવાય બોલતું રે સદા બોલતું રે
એ તો રાત દિવસ ધમધમતું… ભોળા તારું રે…
કેદાર સરખું ધામ તમારું ને પાવન કીધું કૈલાશ
તારા ચરણોમાં શીશ સદા નમતું રે સદા નમતું રે
એ તો રાત દિવસ ધમધમતું… ભોળા તારું રે…
સાખી:
હે.. માથા ઉપરથી ગંગા વહે ને ગળામાં કાળા નાગ રે..
સંગમે માતા પાર્વતી બેઠા શોભા તણો નહિ પર રે...
રાધેશ્યામ હરિ રાધેશ્યામ હરિ, મારે કંઈક તમોને કહેવું છે
પ્રભુ બહુ બહુ દુઃખ દબાવીને, મારા દર્દ બધા દફનાવીને,
મને દીન જાણી દર્શન દેજો, મારે માથે તમારું દેવું છે... રાધેશ્યામ હરિ...
પ્રભુ આપ વિના દિલ ક્યાં ખોલું
જ્યાં પ્રેમ નથી ત્યાં શું બોલું
મારે મૂંગે મોઢે સહેવું છે, મારે કંઈક તમોને કહેવું છે... રાધેશ્યામ હરિ...
પ્રભુ આપ વિના નથી ક્યાંય આરો
હું તો જનમ જનમ નો દુખીયારો
મારુ જીવન જાણવા જેવું છે, મારે કંઈક તમોને કહેવું છે... રાધેશ્યામ હરિ...
પ્રભુ સેવામાં દર્શન દેજો
મારા અંત સમયે આવી રહેજો
મારે મરતા પહેલા મળવું છે, મારે આટલું તમોને કહેવું છે... રાધેશ્યામ હરિ...
સાખી:
હે... કાળો કાનો કામણગારો સૌને નાચ નચાવે છે
રાસ દુલારી રાધા સાથે રૂડો રાસ રચાવે છે રે વ્હાલો
સાઈબાબા શિરડીના રાજા
મારો હાથ પકડી લ્યો મહારાજા (૨)
ખોલી દ્યોને દિલના દરવાજા
મારો હાથ પકડી લ્યો મહારાજા (૨)
હું ભવની ભુલવણીમાં ભટક્યા કરું છું
હું મૃગજળને દેખીને દોડ્યા કરું છું
કાંટા મારા પગમાં છે વાગ્યા
મારો હાથ પકડી લ્યો મહારાજા (૨)... સાઈબાબા...
મેં ખંખેરી નાખી છે સઘળી નિરાશા
શિરડીવાળા બાબા તારી એક આશા
ધન દોલત મેં કદીયે ના માંગ્યા
મારો હાથ પકડી લ્યો મહારાજા (૨)... સાઈબાબા...
ભક્તોની આ અરજીને લેજો સ્વીકારી
રહેવું તારા ચરણોમાં થઈને પૂજારી
નયનો તારા દર્શનના પ્યાસા
મારો હાથ પકડી લ્યો મહારાજા (૨)... સાઈબાબા...
સાખી:
હે... સાંઈ સાંઈ તુજને બોલાવે ભક્તો કરે છે પોકાર રે
શ્રદ્ધા સબૂરી સાથે લઈને દર્શન દેવા આવો રે વ્હાલા (૨)
બેટા રે.. અડસઠ તીરથ કરાવીએ તો ઊતરીએ ભવપાર
દીકરા જો હોય તો શ્રવણ જેવા (૨)
અંધ જ માતા અંધ જ પિતા, પુત્ર એક પ્રભુનો (૨)
લાકડા કાપી, કાવડ બનાવી, બેસાડ્યા માં બાપને (૨)
બેટા રે... કાંધે કાવડ લઈને એ તો તીરથે તીરથે જાય
દીકરા જો હોય તો શ્રવણ જેવા (૨)…. બેટા રે.. અડસઠ તીરથ…
માત-પિતાને દર્શન કરાવતા, ગાઈ પ્રભુના ગાન (૨)
શ્રવણ બેટા તરસ લાગી, પાણી આપોને કુમાર (૨)
બેટા રે... કાંધેથી કાવડ ઉતારીને પાણી ભરવા જાય
દીકરા જો હોય તો શ્રવણ જેવા (૨)… બેટા રે.. અડસઠ તીરથ…
પાણી ભરતા મૃગના જેવો, શબ્દ વનમાં ગાજે (૨)
મૃગલા રમતા દ્શરથરાયે, સાદ સાંભળ્યો કાને (૨)
બેટા રે... મૃગ તાકીને દ્શરથરાયે માર્યું એને બાણ
દીકરા જો હોય તો શ્રવણ જેવા (૨)… બેટા રે.. અડસઠ તીરથ…
મરતા મરતા શ્રવણ બોલ્યો, પાણી પાજો માબાપને (૨)
દ્શરથરાયે વાત કરી ત્યારે શ્રાપ દીધો દશરથને (૨)
બેટા રે... અમે મરીએ પુત્ર વિયોગે મરજો દ્શરથરાય
દીકરા જો હોય તો શ્રવણ જેવા (૨)… બેટા રે.. અડસઠ તીરથ…
સાખી:
હે... શ્રવણ સરીખા દીકરા એના આંધળા માં ને બાપ રે..
કાંધે કાવડ ભેરવીને ચાર કરાવ્યા ધામ રે ભાઈ (૨)
આ ઘડપણ ક્યાંથી આવ્યું, આ ઘડપણ ક્યાંથી આવ્યું
નથી ગમતું તો એ આવ્યું, એ તો દુઃખના દહાડા લાવ્યું... આ ઘડપણ...
આંખે દેખાય ના, પગે ચલાય ના, કાને નથી સંભળાતું,
હવે ધાર્યું નથી કઈ થાતું
દાંત સઘળા પડી ગયા ને, મોઢું થયું છે બોખું... આ ઘડપણ...
કામ હવે કઈ થાતું નથી તેથી, સૌ કોઈ હડધૂત કરતુ
ના પાસે કોઈ ફરકતું
ખૂણામાં મારો ખાટલો ઢળાયો, ખબર નથી કોઈ લેતું... આ ઘડપણ...
દીકરાની વહુઓ મનમાં વિચારે, ડોશી પડી મારે માથે,
હવે છુટકારો ક્યારે થાશે,
સંભળાય ના એવા મેણાં મારે છે, ના મળે ખાવાનું ભાવતું... આ ઘડપણ...
મેં ધાર્યું તું ઘડપણમાં તો ગુણ ગોવિંદના ગાશું,
પછી તીરથમાં જઈ નહાશું
ગુણ ગોવિંદના ગાવાને બદલે ,ગોદા ખાવાનું આવ્યું... આ ઘડપણ...
રામદાસ થઇ રામ ભજ્યા નહિ, કાર્ય ના સારા કામ,
ના લીધું રામનું નામ,
અવતાર મારો એળે ગયો ને, અંતે રડવાનું આવ્યું... આ ઘડપણ...
ભારતના એ ભડવીરને વંદન હો અમારા
અંતરના અભિનંદન હો આજ અમારા
કઈ રાષ્ટ્રતણી પ્રગતિમાં સત્ય એ જોતા
નવી પહેલ કરી દિન તણી વહારે થતા
કઈ કામ કર્યા (૨) આજ રૂડા નામ ગવાયા... ભારતના...
લીધી અહિંસાની ઢાલ અને સત્યની તલવાર
કરી મુક્ત ભારતમાતા ને પૂર્ણ કરી આશા
ઘર ઘરમાં (૨) ગુંજે છે પ્યારા બાપુજીનું નામ... ભારતના...
કર્યો માનવ ઉદ્ધાર શોષણહીન સમાજ
આપી બુનિયાદી તાલીમ ને સ્વાવલંબનના પાઠ
વિશ્વ શાંતિ (૨) ની ઝંખનામાં ખોયા એને પ્રાણ... ભારતના...
રઘુપતિ રાઘવ રાજા રામ...
પ્રભુના ચરણમાં અમે માથું મૂકી દઈએ
જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ (૨)
વટ ને વહેવાર એના વિશ્વાસે ચાલે
ઘટડામાં બેસી એતો સઘળું સાંભળે
સુખની છાયામાં અમે છકી નવ જઈએ
જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ (૨)… પ્રભુના ચરણમાં…
દુનિયા ભલે ને આખી અમારાથી રૂઠે
ભક્તિનો ભેખ લીધો હવે નહિ છૂટે
હળી મળી સૌની હારે ગુણ એના ગાઈએ
જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ (૨)… પ્રભુના ચરણમાં…
હૈયામાં થાતી રોજ હરખની હેલી
કાલે શું થશે એની ચિંતાઓ મેલી
બિંદુ બનીને એના સ્નેહમાં સમાઈએ
જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ (૨)… પ્રભુના ચરણમાં…
ગોરમા ગોરમા ગોરમા કરતા ગોરમાને પૂજવા જઈએ રે
ગોરમાને પૂજવા જઈએ મારી બેનો, ગોરમાની પૂજા કરીએ રે... ગોરમા ગોરમા...
કાચી માટીના ગોરમા બનાવીએ, કંકુ ચોખા ને ફૂલ સુગંધી,
ગોરમાને ચઢાવીએ રે... ગોરમા ગોરમા...
લાલ લીલી ચૂંદડી માને પહેરાવીએ, નાગલની માલા માને ધરાવીએ,
ગોરમાનું મુખડું મલકે છે... ગોરમા ગોરમા...
ધૂપ દીપ કરી માની આરતી ઉતારીએ, કથા કરીને માને પ્રસાદ ધરીએ,
ગોરમા રાજી રાજી થાય રે... ગોરમા ગોરમા...
ગોરમાની ભાવે ભક્તિ રે કરીએ, ભક્તિ કરીને માને રિઝાવીએ,
ગોરમાંના ગીતો ગાઈએ રે... ગોરમા ગોરમા...
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
મીરા તે બાઈના અંતર ઉભરાયા
ઝેર પીવાના આવ્યા છે દહાડા
દોડી દોડી વ્હાલો મારો ઝેર પીવા જાય છે (૨)
અહીંયા લીલા લહેર છે ને ઉપાધિ તો ઘેર છે
ઉપાધિ તો ઘેર છે ને અહીંયા લીલા લહેર છે... અંતર ઉભરાયા વિના...
નરસિંહ મેહતાના અંતર ઉભરાયા
મામેરા પુરવાના આવ્યા છે દહાડા
દોડી દોડી વ્હાલો મારો મામેરા પુરવા જાય છે (૨)
અહીંયા લીલા લહેર છે ને ઉપાધિ તો ઘેર છે
ઉપાધિ તો ઘેર છે ને અહીંયા લીલા લહેર છે... અંતર ઉભરાયા વિના...
દ્રૌપદી જીના અંતર ઉભરાયા
ચીર પુરવાના આવ્યા છે દહાડા
દોડી દોડી વ્હાલો મારો ચીર પુરવા જાય છે (૨)
અહીંયા લીલા લહેર છે ને ઉપાધિ તો ઘેર છે
ઉપાધિ તો ઘેર છે ને અહીંયા લીલા લહેર છે... અંતર ઉભરાયા વિના...
સકુ તે બાઈના અંતર ઉભરાયા
વાસીદા કરવાના આવ્યા છે દહાડા
દોડી દોડી વ્હાલો મારો વાસીદા કરવા જાય છે (૨)
અહીંયા લીલા લહેર છે ને ઉપાધિ તો ઘેર છે
ઉપાધિ તો ઘેર છે ને અહીંયા લીલા લહેર છે... અંતર ઉભરાયા વિના...
આતમના આતમના અવિનાશી (૨)આવો ને હરિ (૨)
જય જય હો રંગીલા રણછોડ રાયા, આવી ચરણોમાં ગુણ ગાઉ તમારા... આતમના આતમના...
નરસૈયાની હૂંડી તમે સ્વીકારી
ભક્તોની આ નૈયા પાર ઉતારી
ડાકોરના ઓ વ્હાલા તું છે નિરધારી
બોડાણાની વેલ તમે હંકારી
ડાકોરના વાસી પાલનહાર, આવી ચરણોમાં ગુણ ગાઉ તમારા... આતમના આતમના...
વાત કરું છું તુજને મારા અંતરની
નિભાવી લેજે પ્રીત મારી ભવ-ભવની
લાગી લાગણી વ્હાલા તુજને મળવાની
રાખી તે તો લાજ તારા ભક્તોની
દયાળુ ઓ કાન્હા, તમે છો સહારા, આવી ચરણોમાં ગુણ ગાઉ તમારા... આતમના આતમના...
ભક્તો કહે છે આતો અરજી અમારી છે
સ્વીકારો ના સ્વીકારો મરજી તમારી છે
તવે આવી ઝોળી બિછાવી છે
દિલડાંની આ વાત દિલ માં સમાવી છે
કરું કાલાવાલા, નંદજી ના લાલા, આવી ચરણોમાં ગુણ ગાઉ તમારા... આતમના આતમના...
ધૂન:
હે.. રણછોડરાય ની મૂર્તિ કેરા દર્શનથી દુઃખ ભાગે છે (૨)
ચાલો જઈએ દર્શન કરવા ડાકોરમાં ઠાકોર બિરાજે છે રે વ્હાલા (૨)
આવ્યો અધિક માસ સોહામણો, મારે હૈયે આનંદ ના સમાય, પુરુષોત્તમ પધારિયા
મેં તો શેરી વળાવીને સજ્જ કરી, મેં તો ફૂલડાં વેરાવ્યા સારી વાટ, પુરુષોત્તમ પધારિયા
હું તો ચીર ના ચંદરવા બંધાવતી, મેં તો પથરાવ્યાં લીલા પીળા લાલ, પુરુષોત્તમ પધારિયા
મેં તો દ્વારે દ્વારે તોરણ બાંધીયા, મેં તો મોતીના પૂર્યા છે ચોક, પુરુષોત્તમ પધારિયા
મેં તો કદલીના સ્થંભ રોપાવીયા, મેં તો દીવડા પ્રગટાવ્યા છે આજ, પુરુષોત્તમ પધારિયા
મેં તો કંચન થાળ કરે ગ્રહ્યા, મેં તો પ્રેમે વધાવ્યા મેં તો વધાવ્યા જદુરાય, પુરુષોત્તમ પધારિયા
મેં તો પ્રેમથી પ્રભુને પધરાવીયા, મારા આંગણિયા જળહળ થાય, પુરુષોત્તમ પધારિયા
મેં તો શણગાર ધરાવ્યા હરીને ભાવના, સેવા વિધિ કરી છે અપાર, પુરુષોત્તમ પધારિયા
મેં તો ભોગ ધરાવ્યા હરીને ભાવથી, મધુ મેવા વિવિધ પકવાન, પુરુષોત્તમ પધારિયા
મેં તો જારી ભરાવી યમુના જળની, આચમન કરોને ગોકુળનાથ, પુરુષોત્તમ પધારિયા
હું તો પાનના બિડલા બંધાવતી, મુખવાસ કરો ને વ્રજના નાથ, પુરુષોત્તમ પધારિયા
હું તો વ્હાલાને થાળ ધરાવતી, હું તો આરતી ઉતારું દીનાનાથ, પુરુષોત્તમ પધારિયા
સેવા સ્મરણ, કથા ને દર્શન પ્રભુ તણા, એ છે અધિક માસ ના વ્રત દાન, પુરુષોત્તમ પધારિયા
જે કોઈ અધિક માસ ના વ્રત પાળશે, તેને આંગણે પધારે હરિરાય, પુરુષોત્તમ પધારિયા
જે કોઈ પુરુષોત્તમનું ધ્યાન ધરશે, તેના ભવના ફેરા મટી જાય, પુરુષોત્તમ પધારિયા
શ્યામ મંડળ કહે છે કર જોડીને, નિત્ય લેજો પ્રભુજીના નામ, પુરુષોત્તમ પધારિયા
ગંગા કાંઠે ખેતરા રે નમો નારાયણ, વાવજો જમણે હાથ રે હરિહર વાસુદેવા,
કૃષ્ણજી એ ખેતર ખેડિયા રે નમો નારાયણ, ખેડી છે કાશીની ભોમ રે, હરિહર વાસુદેવા
કૃષ્ણજીએ એ ખેતર વાવીયા રે નમો નારાયણ, વાવ્યા છે જવ ને તલ રે, હરિહર વાસુદેવા
કૃષ્ણજીએ એ સાથીડા રાખીયા રે નમો નારાયણ,રાખ્યા છે અર્જુન ભીમ રે, હરિહર વાસુદેવા
ખેતરે ખેતરે બળદિયા રે નમો નારાયણ, રાશ રણછોડજી ને હાથ રે, હરિહર વાસુદેવા
ધર્મ ને પાપ બે તોળીયા રે નમો નારાયણ, ત્રાજવા ત્રિકમને હાથ રે, હરિહર વાસુદેવા
ધર્મનું છાબડું ઊપડ્યું રે નમો નારાયણ, પાપનું ગયું પાતાળ રે, હરિહર વાસુદેવા
ધર્મને વૈકુંઠ ઢુંકડું રે નમો નારાયણ, પાપીને વેગળું દૂર રે, હરિહર વાસુદેવા
ધર્મની શેરી સાંકડી રે નમો નારાયણ, કૂંચી કેશવજીને હાથ રે, હરિહર વાસુદેવા
હરિએ દ્વાર ઊઘાડીયા રે નમો નારાયણ, આવ્યો છે સંતોનો સંગ રે, હરિહર વાસુદેવા
આવો બાઈઓ ને બેનો બેનડી રે નમો નારાયણ, સુણો કળિયુગની વાત રે, હરિહર વાસુદેવા
કળિયુગ કડવો લીમડો રે નમો નારાયણ, મીઠા છે સ્વર્ગના દ્વાર રે, હરિહર વાસુદેવા
ગાય શીખે ને સુણે સાંભળે રે નમો નારાયણ, એનો હોજો વૈકુંઠમાં વાસ રે, હરિહર વાસુદેવા
આ કાળા તો ધોળા થયા, મારા દીકરા તો વહુના થયા
દીકરીને જમાઈ લઇ ગયા, મારા ઘડપણ ના બેહાલ થયા (૨)
તો ઉભો કહેતામાં ઉભો થઇ જાય એવો પ્રીતમ મુજને પ્યારો છે
હની હની કહી મને બોલાવે એવો હસબન્ડ પણ મને વ્હાલો છે (૨)
વહુ બેટા બેટા કહી મને બોલાવે એવા સસરા પણ મને પ્યારા છે
સવાર સાંજની રસોઈ કરે ને મને જમાડે એવા સાસુ પણ મને વ્હાલા છે (૨)
જમાનો જમાનો કેવો રે આવ્યો જમાનો,
જોયો ના જોવાય આવ્યો જમાનો
કાને ના સંભળાય આવ્યો જમાનો,
જમાનો જમાનો નવી ફેશન નો જમાનો
હે.. નવા જમાનાની નવી વહુઓ રોજ રોજ બ્યુટી પાર્લર માં જાય... એ હા બેન હા...
નવા નવા નખરા કરે, ટૂંકા ટૂંકા કપડાં પહેરે,
એતો માને ના કોઈનું જરાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે... આજના જુવાનિયા કોલેજીયનો ને વ્યસન ફેશનમાં ફસાય... એ હા બેન હા...
નવી નવી બાઈક રાખતા, નવા ફેશનના મોબાઈલ રાખતા
પણ ખિસ્સા ખાલી જણાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે... આ પત્ની મેચિંગ બહુ કરે પણ પેલા પતિને મેચ ના થાય...
ઘરના ધણીને રોજ ધમકાવતી, એતો ઘરની રાણી બની જાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે... આ બેનો વાળ કપાવતી અને પેલા ભાઈઓ વધારે વાળ... એ હા બેન હા...
હૂતો હુતી ફરવા ગયા, પેલા હુતાના કેડમાં બાળ આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે... આ સાસુ વહુને બને નહિ ને રોજ ઝગડા વધતા જાય... એ હા બેન હા...
આ છોકરાઓ વહુઘેલા થયા, પછી માં-બાપથી જુદા થાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે... સાચા સંત ઓળખાય નહિ ને નકલી બહુ પૂજાય... એ હા બેન હા...
પૂજારી વેપારી બન્યા, પછી મંદિર દુકાન બની જાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે... આ હળાહળ કળિયુગ આવીયો ને એનું વર્ણન કદી ના થાય... એ હા બેન હા...
ના બનવાનું બની રહ્યું, ના કહેવાય ના સહેવાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
હે.. તેમ છતાં આ કળિયુગમાં ફાયદો એકજ ગણાય... એ હા બેન હા...
આ યુગમાં રોજ ભજન કરવાથી, હરિનામથી પાર ઉતરાય આવ્યો જમાનો... જમાનો જમાનો...
ધૂન:
હે.. શ્રીખંડ પુરીના જમણ ઉપર ચટણી નથી તો કાઈ નથી..
લાખો રૂપિયા હોય ઘરમાં પણ પત્ની નથી તો કાઈ નથી..
મારા કાન્હાને મેં જોયા જયારે જયારે
મારા કોઠે કોઠે દિવા પ્રગટ્યા ત્યારે
મારા રોમે રોમેં ફૂલ ખીલ્યા ત્યારે
કાન્હા તારા વદનની બલિહારી બલિહારી... મારા કાન્હાને...
તારું મુખડું જોતા જોતા મારી આંખો કદી ના ધરાતી
તારું અમૃત પિતા પિતા મારી ગાગર કદી ના ભરાતી
તારો અલબેલો દીદાર હું તો જોઉં વારંવાર
એવી તુજ દર્શનની બલિહારી બલિહારી...મારા કાન્હાને...
મને સપનામાં સાંવરિયા વાગે છે તારા ભણકારા
એની મસ્તી એવી મજાની બીજી કોઈ નહિ કરનારા
તારું લેતા પ્યારું નામ હૈયું પામે છે વિશ્રામ
કાન્હા તારા મિલનની બલિહારી બલિહારી... મારા કાન્હાને...
મારા ખાલી ખાલી મનમાં તારી યાદ ભરે છે ખુશાલી
મારા અંધારા જીવનમાં તારી દીપ્તિ કરે છે દિવાળી
તારી મસ્તીમાં મસ્તાન, હું તો થાઉં છું દીવાન
એવી તારા સ્મરણની બલિહારી બલિહારી... મારા કાન્હાને...
સાખી:
હે.. મોર પીંછાળા શ્યામ છોગાળા, આવો વ્હાલા બનવારી,
કહે રાધે પ્યારી મેં બલિહારી. ગોકુલ આવો ગિરધારી...
આ શ્રદ્ધાંજલિ સ્વીકારો રે પિતૃ અમારા
એમાં અંતર ભાવ અમારા રે પિતૃ અમારા
શિશુ જાણી પડખે લીધા, તમે દાન જ્ઞાન બહુ દીધા
ઉપકાર તમે બહુ કીધા રે, પિતૃ અમારા… આ શ્રદ્ધાંજલિ…
શિર મીઠો હાથ પસારી, વરસાવી અમૃત ધારા
કરી ભૂલો અમારી માફી રે પિતૃ અમારા… આ શ્રદ્ધાંજલિ…
અમે સાવ હતા અજ્ઞાની કદી સમજણ હતી ન શાની
તમે શીખ દીધા મન માની રે પિતૃ અમારા… આ શ્રદ્ધાંજલિ…
સંસ્કારો ઉત્તમ આપી મનની મૂંઝવણ ટાળી
તમે છાપ ભક્તિની છાપી રે પિતૃ અમારા… આ શ્રદ્ધાંજલિ…
તમે જ્ઞાન દિપક પ્રગટાવ્યો, અંધારું દૂર હટાવ્યું
ભક્તિનો રાહ બતાવ્યો રે પિતૃ અમારા… આ શ્રદ્ધાંજલિ…
આ માનવ અવતાર નહિ આવે વારંવાર
તું સમજી સમય સુધાર આ તો પંખી મેળો છે,
તારો છેલ્લો ફેરો છે... આ માનવ અવતાર...
જેમ પાણીનો પરપોટો પલભરમાં ફૂટી જાય
અણધાર્યું આતમ પંખી પિંજરથી ઉડી જાય
કઈ સાથે નહિ આવે, તું ફોગટ શુ ફુલાય... આ માનવ અવતાર...
દુનિયા દુઃખનો દરિયો સૌ એમાં ડૂબકાં ખાય
ધાર્યું કોઈનું ના થાતું, ધાર્યું ધણીનું થાય
કોઈ માને કે ના માને, સત્સંગ એળે ના જાય... આ માનવ અવતાર...
ભવની ભૂલવાણી ભારી, તું ભટકે ઠામે ઠામ
ભક્તિનું ભાથું ભરતા, રાજી થઇ જાશે રામ
સુખ થાશે દુઃખ જાશે, સંતો સમજાવે સાર... આ માનવ અવતાર...
ધૂન:
ગુણ ગાઓ ગોવિંદના ઘડી ઘડી, અવસર નહિ મળે ફરી ફરી
જેમ પાન પીપળનું જાય ખરી, અવસર નહિ મળે ફરી ફરી
શા માટે રહ્યો સૌ સાથે લડી, અવસર નહિ મળે ફરી ફરી
તારે જવું પડશે રડી રડી, અવસર નહિ મળે ફરી ફરી
જયારે આવશે અંત સમયની ઘડી, અવસર નહિ મળે ફરી ફરી
તારું અહીંનું અહીંયા રહેશે પડી, અવસર નહિ મળે ફરી ફરી
સમજી જા સમજી જા સમજી, અવસર નહિ મળે ફરી ફરી
છોડી દે છોડી દે છોડી, અવસર નહિ મળે ફરી ફરી
નરહરિ સમયની બલિહારી, અવસર નહિ મળે ફરી ફરી
પ્રભુ હું તો માંગુ એટલું આપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ
વ્હાલા મારા બંધન ચોર્યાસીના કાપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ
ભક્તિનો રંગ મને એવો લગાડજો
કામ ને ક્રોધ મારી સામે ના લાવશો
વ્હાલા મને ઝાંખી તમારી કરવો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ ... પ્રભુ...
રાત ને દિવસ ભજન ગાઉ છું
ગાતા ગાતા હું તો લીન થઈ જાઉં છું
વ્હાલા મને એટલી હિમ્મત આપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ... પ્રભુ...
સંસારના સુખ મને ફૂટી બદામના
ધન ને વૈભવ વ્હાલા મારે શા કામના
વ્હાલા હું તો જપું તમારી માળા, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ... પ્રભુ...
રાતે સુઉં ત્યારે સપનામાં આવજો
મીઠું મીઠું હાસ્ય કરી મુજને બોલાવજો
વ્હાલા મારુ જીવન સેવામાં વિતાવો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ... પ્રભુ...
ભક્તોના નાથ મારી એક વાત માનજો
દાસી બનાવી મને ચરણોમાં રાખજો
વ્હાલા મને દર્શન એકવાર આપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ... પ્રભુ…
તમે શોક ના કરશો નરનારી, એને શાંતિ દેશે ગિરધારી
પ્યારા પ્રભુએ તમને જન્મ દીધો
સાથે તમને પ્રભુએ મૃત્યુ દીધું
તમે શાને ગભરાઓ તમે શાને મૂંઝાઓ, એને સહાય કરે શ્રી ગિરધારી
જન્મ મરણની પ્રભુ એ જોડી બનાવી
મિત્રાચારી પ્રભુએ કરી સારી
તમે રામ ભજો તમે કૃષ્ણ ભજો, એને શાંતિ દેશે ગિરધારી
દેહ પડી રહ્યો આત્મા અમર થયો
પર પંથે ગયો તેનો શોક ના કરો
તમે મૌન ધરો તમે શાંતિ રાખો, એને મુક્તિ મળશે સુખકારી
ગરુડે ચઢીને વ્હાલો આવે,ગોવિંદ હરે મોરારી
એ તો નરસિંહનું રૂપ લઇને આવે, ગોવિંદ હરે મોરારી
મોટાભાઈ એ કીધી શ્રાદ્ધની તૈયારી, નાગરી જ્ઞાતને ને જમવા બોલાવી
નરસિંહનું ઘર એને ટાળ્યું, ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
માણેક મહેતી મનમાં વિચારે, શ્રાદ્ધનું કરવું ઘરે અમારે
ઘરમાં નથી કાંઈ નાણું, ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
માણેક મહેતી મનમાં મૂંઝાતી, પતિને જઈને વાત જ કરતી
શ્રાદ્ધનું આણ્યું ઠેકાણું, ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
નરસૈંયો કહે શ્રાદ્ધ કરોને હોંશે, કહોને એમાં શું શું રે જોઈશે
ઘરમાં ઘી નથી એમ જાણ્યું, ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
લાવો તપેલી ઘી લઇ આવું, હરિ વર કેરું મારે છે નાણું,
ઘી લેવાને નરસૈંય ચાલ્યા... ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
વેપારીએ ભજનમાં બેસાડ્યા, ભજનમાં ઘેલા થૈ થૈ નાચ્યાં
શ્રાદ્ધ ભૂલ્યા ને ગાયું ગાણું... ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
નરસિંહનું રૂપ લઇ હરિવર આવ્યા, સાથે એતો લક્ષ્મીજીને લાવ્યા
શ્રાદ્ધનું કામ સંભાળ્યુ.. ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
સોના રૂપાના દાન જ દીધા, નાગરી જ્ઞાત ને અચરજ કીધા
કૌતુક સૌએ ભાળ્યું... ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
નાચી ગાઈને નરસૈય ઘેરે આવ્યા, શ્રાદ્ધની વેળા વીતી મન શરમાયા
પ્રભુએ ઉકેલ્યું એવું જાણ્યું... ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
મનમાં નરસિંહને દુઃખ ઘણું થાયે, દર્શન વિનાના એ રહી જાયે
પ્રભુને કષ્ટ ઘણું આપ્યું... ગોવિંદ હરે મોરારી... ગરુડે ચઢીને...
ધ્યાન ધરો ધ્યાન ધરો ધ્યાન ધરો રે હરિનું ધ્યાન ધરો રે
જેણે આપ્યો મનુષ્ય અવતાર રે હરિનું ધ્યાન ધરો રે
સવારમાં ગુલાબ ખીલ્યું રે હરિનું ધ્યાન ધરો રે
એને કરમાતા નહિ લાગે વાર રે હરિનું ધ્યાન ધરો રે
કાચી માટીનો ઘડૂલો રે હરિનું ધ્યાન ધરો રે
એને ફૂટતા નહિ લાગે વાર રે હરિનું ધ્યાન ધરો રે
કાચા સૂતરનો તાંતણો રે હરિનું ધ્યાન ધરો રે
એને તૂટતાં નહિ લાગે વાર રે હરિનું ધ્યાન ધરો રે
છાપરા ઉપર ઉગ્યું લીલું ઘાસ રે હરિનું ધ્યાન ધરો રે
એને સુકાતા નહિ લાગે વાર રે હરિનું ધ્યાન ધરો રે
કાયા છે કાચની પૂતળી રે હરિનું ધ્યાન ધરો રે
એને નંદવાતા નહિ લાગે વાર રે હરિનું ધ્યાન ધરો રે
સ્વર્ગની શેરી એ પીપળો રે હરિનું ધ્યાન ધરો રે
ત્યાં પાપ ને પુણ્ય તોળાય રે હરિનું ધ્યાન ધરો રે
પુણ્યનું પલડું આકાશે ચડ્યું રે હરિનું ધ્યાન ધરો રે
પેલું પાપનું ગયું પાતાળ રે હરિનું ધ્યાન ધરો રે
મહેતા નરસૈયાના સ્વામી શામળા રે હરિનું ધ્યાન ધરો રે
અમને ઉતારજો ભવપાર રે હરિનું ધ્યાન ધરો રે
સીતારામ સીતારામ ભજીએ સીતારામ
હરિની સાથે હેત લગાડી ભજીએ રાધેશ્યામ
લુલા લંગડા આંધળા છે ગરીબ માં ને બાપ
સંતાન થઇ ને સેવા કરજો માં-બાપ છે ભગવાન
પત્થર એટલા દેવ કરી પૂજ્યા
ત્યારે તારું મુખડું જોયું મારા લાલ.... સંતાન થઇ ને
નવ નવ માસ તમને ઉદરમાં રાખ્યા
ખોળામાં સુવડાવી અમૃતપાન કરવા ભાઈ... સંતાન થઇ ને
હૈયા ના હિંડોળે માતા કાયમ ઝુલાવતા
માયાના મંડપ નીચે ભૂલી ના જવાય... સંતાન થઇ ને
પા પા પગલી પા પા પગલી ચાલતા શીખવાડતા
આંગળી પકડીને તમને દોડતા શીખવાડતા
શ્રવણ થઈને સેવા કરજો ભૂલી ના જવાય... સંતાન થઇ ને
ભણાવી ગણાવી તમને પરણાવી દીધા
રાજરાણી આવ્યા પછી કોણ માં ને બાપ... સંતાન થઇ ને
નાની એવી ઓરડીમાં સૌ પરિવાર રહેતા
પાંચસો વારના બંગલામાં માં બાપ ના પોસાય... સંતાન થઇ ને
સર્વે શોખ નેવે મૂકી બધા કોડ પૂર્યા
એનો વારો આવ્યો ત્યારે ચોપડા ચીતરાય... સંતાન થઇ ને
સર્વે દીકરા જુદા થાય ત્યારે માં બાપ વહેંચાય છે
પેટને કારણિયે માં બાપ ઘરે ઘરે જાય... સંતાન થઇ ને
મોટા મોટા બંગલામાં કુતરા પળાય છે
કૂતરાની તોલે પેલા માં બાપ ના દેખાય... સંતાન થઇ ને
ઘરમાં ના ગમે ત્યારે મંદિરિયે જાય છે
જમવાના ટાઈમ પહેલા ઘરે ના અવાય... સંતાન થઇ ને
પહેલાના વખતમાં વૃદ્ધાશ્રમ નહોતા
વારા પછી વારો હવે આપણો દેખાય... સંતાન થઇ ને
ઘરમાં છે કાશી ને ઘરમાં મથુરા
માતાપિતા ના ચરણોમાં અડસઠ તીરથ ધામ... સંતાન થઇ ને
સંતો કહે છે હજી બાજી તારા હાથમાં
માતા-પિતાની સેવા કરી ઉતરીએ ભવપાર... સંતાન થઇ ને
સાખી:
હે... અડસઠ તીરથ ઘર આંગણિયે તીરથ જવાની જરૂર નથી
માતા-પિતા ના ચરણો આગળ ગંગાજળ ના મૂલ્ય નથી રે ભાઈ
આવેલા કોઈ કાયમ ના રહી શકે
ક્યારે જવું નક્કી ના થઇ શકે
વારા ફરતી રવાના થવાના, અહીંનું અહીંયા મૂકીને જવાના
સંસાર એક માયાની જાળ છે, સાચા સાચા શ્રી ગોપાલ (૨)
દુનિયામાં કોઈ કોઈનું ના થઇ શકે
કોઈ સાથે કોઈ ના જઈ શકે
મારુ મારુ કરી મરવાના, અહીંનું અહીંયા મૂકીને જવાના
સંસાર એક માયાની જાળ છે,સાચા સાચા શ્રી ગોપાલ (૨)
કુટુંબ ભેગું કુટુંબ ના રહી શકે
ધાર્યું કોઈનું નક્કી ના થઇ શકે
સમયે સૌ રવાના થવાના, અહીંનું અહીંયા મૂકીને જવાના
સંસાર એક માયાની જાળ છે, સાચા સાચા શ્રી ગોપાલ (૨)
નરહરિ કાંઈ નક્કી ના કહી શકે
ક્યારે ડૂબે તારો ના કહી શકે
ભણેલા પણ ભૂલો કરવાના, અહીંનું અહીંયા મૂકીને જવાના
સંસાર એક માયાની જાળ છે, સાચા સાચા શ્રી ગોપાલ (૨)
શ્યામ મંડળ ભજન ગવડાવે
માયા છોડી પ્રભુ ભજી લે
માયા છોડી ઉપર જવાના, અહીંનું અહીંયા મૂકીને જવાના
સંસાર એક માયાની જાળ છે, સાચા સાચા શ્રી ગોપાલ (૨)
સ્વજન જગમાંથી લે છે વિદાય, સંભારણા ભુલાતા નથી
તેના સદ્ગુણો કદી ના વિસરાય, સંભારણા ભુલાતા નથી
ઘણા વર્ષો સુધી બધા સાથે રહ્યા
સૌની માયા છોડી એ સિધાવી ગયા
એની ખોટ કદીયે ના પુરાય, સંભારણા ભુલાતા નથી
વેદના વિયોગની હૈયે સેહવાતી નથી
વાતો અંતરની કોઈને કહેવાતી નથી
દિવસ રાતડી રોઈ રોઈ જાય, સંભારણા ભુલાતા નથી
એની પાછળ સત્કર્મ ને ભજન કરો
શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના સભાઓ ભરો
સાચી શ્રદ્ધાંજલિ એ કહેવાય, સંભારણા ભુલાતા નથી
સદગત આત્માને શાંતિ આપજો પ્રભુ
ભવો ભવના બંધન એના કાપજો પ્રભુ
કહે મંડળ જીવ શિવરૂપ થાય, સંભારણા ભુલાતા નથી
ૐ શાંતિ શાંતિ શાંતિ...
કાંટો વાગ્યો રે શામળિયા મુજથી ચાલ્યું ના ચલાય
ચાલ્યું ના ચલાય તારી પાસે ના અવાય... કાંટો વાગ્યો...
પેલો કાંટો માયારૂપી ખોદ્યો ના ખોદાય
જેમ જેમ ખોદુ તેમ ઊંડો ઊંડો જાય... કાંટો વાગ્યો...
બીજો કાંટો ક્રોધરૂપી ઠાર્યો ના ઠરાય
જેમ જેમ ઠારું તેમ દિલડું દાઝી જાય... કાંટો વાગ્યો...
ત્રીજો કાંટો ઇર્ષારૂપી કાઢ્યો ના કઢાય
જેમ જેમ કાઢું તેમ અગ્નિજ્વાળા થાય... કાંટો વાગ્યો...
ચોથો કાંટો સંસારરૂપી છોડ્યો ના છોડાય
જેમ જેમ છોડું તેમ તાંતણીયે બંધાય... કાંટો વાગ્યો...
પાંચમો કાંટો ભક્તિરૂપી પકડ્યો ના પકડાય
જેમ જેમ પકડું તેમ આઘો આઘો જાય... કાંટો વાગ્યો...
સૌ ખસે પણ તું ના ખાસતો શામળિયા છડીદાર
શ્યામ મંડળની ભેરે રેજો ઉતારો ભવપાર… કાંટો વાગ્યો...
સાખી:
હે.. કાન્હા તારી વાંસળી મારા રુદિયાને વીંધી જાય છે
જયારે જયારે એને સાંભળું મારા દિલ માં કઈ કઈ થાય છે.
બન્યો પૈસાનો દાસ, એના વિચારો દિનરાત
સાથે નહિ આવે ફૂટી કોડી, ઓ ભાઈ તારે જવાનું સઘળું છોડી (૨) ... બન્યો પૈસાનો...
લાલચ ને માયા માં થઇને દીવાનો
ખાલી તું આવ્યો ને ખાલી તું જવાનો
હે.. ઝાંખી જમડાની જ્યાં થાય (2)
રૂપિયા અહીંના અહીં રહી જાય (2)
શાને ખોટી કરે દોડાદોડી, ઓ ભાઈ તારે જવાનું સઘળું છોડી (૨) ... બન્યો પૈસાનો...
ભેગું કરવાની તું છોડી દે ભાવના
ખોટી છે ઘેલછા ને ખોટી છે કામના
હે.. કોણે દીઠી છે ભાઈ કાલ (2)
તારા બગડે દિન ને રાત (2)
આતો અણધારી તૂટવાની દોરી,ઓ ભાઈ તારે જવાનું સઘળું છોડી (૨) ... બન્યો પૈસાનો...
સાખી:
હે… પાપભર્યા આ જીવનથી મુજને કોણ બચાવે રે..
ત્રણ ભુવન ના સ્વામી વ્હાલા, આવજો મારી વારે રે…
પિતૃદિને યાદી આવે આપની
પિતૃ દેજો અમોને આશિષ, ચરણે ધરીએ શીશ... યાદી આવે આપની...
શુદ્ધ ભક્તિના સંસ્કારો સિંચીયા
આપે કીધા ઘણા ઉપકાર, ન આવે એનો પાર... યાદી આવે આપની...
અંત સુધી ઋણી અમે આપના
બીજા જન્મે ભેટો કદી થાય, દેવું ના દેવાય... યાદી આવે આપની...
ભૂલી જઈએ તો ભૂલ સુધારજો
મંદ બુદ્ધિ અમે છીએ બાળ, તમે છો દયાળ... યાદી આવે આપની...
છોરું કછોરું કોક દિન થાય છે
માતા પિતા ના એવા ના થાય, રક્ષે છે સદાય... યાદી આવે આપની...
ચાર પાંચ પુષ્પો લઇ ને હાથમાં
દઈએ અંજલિ કરજો સ્વીકાર, લેજો નમસ્કાર... યાદી આવે આપની...
તમારા બાળકની એકજ માંગણી
પિતૃ દેવો હરિ લેજો દોષ ને દેજો સંતોષ... યાદી આવે આપની...
ૐ શાંતિ શાંતિ શાંતિ ...
ગણપતિ રાખો અમારી લાજ, હાથમાં થાળી પૂજનની
બાલુડા આવ્યા છે સર્વે સાથ, હાથમાં થાળી પૂજનની
પ્રથમ પૂજા દેવ ગણેશની
ભાવે પૂજવા છે ગણપતિનાથ, હાથમાં થાળી પૂજનની… ગણપતિ રાખો…
માતા રે જેના પાર્વતી રે
પિતા જેના છે ભોળાનાથ, હાથમાં થાળી પૂજનની… ગણપતિ રાખો…
અબીલ સિંદૂર ની સેવા કરાવું
કંઠે આરોપું ફૂલડાં ની માળ, હાથમાં થાળી પૂજનની… ગણપતિ રાખો…
કપૂર ઘીની આરતી ઉતારું
ભાવે ચઢાવું દરોઈ ને ફૂલ, હાથમાં થાળી પૂજનની… ગણપતિ રાખો…
પૂજન આરતી થાય ગણેશની
ચરણે નમાવું શીશ ને હાથ, હાથમાં થાળી પૂજનની… ગણપતિ રાખો…
સર્વે સંગાથે ગણેશ ગુણ ગાઈએ
ભજતાં અંતરમાં દીનાનાથ, હાથમાં થાળી પૂજનની… ગણપતિ રાખો…
સાખી:
હે.. રિદ્ધિ સિદ્ધિ સાથે અવાજો ગૌરી પુત્ર ગણેશ રે
સૌ કુટુંબસહ સેજે પધારો બ્રમ્હા વિષની મહેશ રે
દેવા ઓ દેવા ગણપતિ દેવા, કરું તમારી સેવા રે વાલા...
ગણપતિ દેવા બાપા (૨), કરું તમારી સેવા રે વાલા...
વિઘ્ન હરણ ગણપતિ ગજાનન
સ્વીકારજો આજે મારુ આમંત્રણ
મહેમાન અમારા કહેવાઓ રે વાલા... દેવા ઓ દેવા..
ફૂલડાંની દાંડી ના આસાન બનાવું
કંકુ કેસર ના સાથિયા પુરાવું
આંગણા અમારા સોહાવો રે વાલા... દેવા ઓ દેવા..
પહેલું પૂજન મારે કરવું તમારું
મંગળ કાર્ય કરો અમારું
આવેલા વિઘ્ન ને હટાવો રે વાલા... દેવા ઓ દેવા..
આવો તો આંગણું પાવન થાશે
શ્યામ મંડળ ની બહેનો હરખાશે
આત્મા થી મન ને મિલાવો રે વાલા... દેવા ઓ દેવા..
સાખી:
હે ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર રે..
દિવસે સમરે વાણિયો ને રાતે સમરે ચોર રે...
વ્હાલો મારો બાગમાં ફરવા જાય અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો માહિયારણ આવે
વ્હાલો મારો માખણ ખાવા જાય, અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો ગોવાળિયા આવે
વ્હાલો મારો ગેડી દડો રમવા જાય, અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો ગોપીઓ આવે
વ્હાલો મારો રાસે રમવા જાય, અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો રાધાજી આવે
વ્હાલો મારો મોરલી વગાડવા જાય, અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો સખીઓ આવે
વ્હાલો મારો ભજન કરવા જાય, અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો શ્યામ મંડળ આવે
વ્હાલા મારા દર્શન દેવા આવ, અમને આનંદ આનંદ થાય
ગૌરી નંદન ગણેશ ગજાનન, આંગણે આવો મારા રે
રિદ્ધિ સિદ્ધિ ને સંગે લાવો, બોલાવે બાળ તમારા રે...
સર્વ દેવો માં પહેલી પૂજા, થાય ગણેશ તમારી રે,
પહેલી પૂજા કરું છું તમારી, આંગણે આવો મારા રે...
કેસર ચંદન તિલક લાગવું, પહેરવું પુષ્પો ની માળા રે
કર ના ઉમંગે પુજુ આજે ચરણ ગણેશ તમારા રે...
ભાવતા ભોજન લાડુ બનાવું, ભોજન બનાવું ભાવથી ર
પ્રેમ ભાવ થી તમને જમાડું, ગણેશ હાથે મારા રે...
શ્યામ મંડળ પ્રેમે બોલાવે, ગણેશ આવશો ક્યારે રે
વાટ જુએ આ બાળ તમારા, વાર ના કરશો વ્હાલા રે...
ગૌરી નંદન ગણેશ ગજાનન, આંગણે એવો મારા રે...
સાખી:
હે.. પ્રથમ નમું ગુરુદેવ ને, ગણપતિ લાગુ પાય રે...
ભજન નો આરંભ કરું, સરસ્વતી કરો સહાય રે...
ઢોલ વાગ્યા ગણેશજી ના ઢોલ વાગ્યા
રૂડો ગણેશ ઉત્સવ ઉજવાય... ગણેશજી ના ઢોલ વાગ્યા
ત્યાં તો અબીલ ગુલાલ ની છોળો ઉડે
વળી માનુની મંગલ ગાય... ગણેશજી ના ઢોલ વાગ્યા
દાદા રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવ્યા
મંગલમૂર્તિ તો મીઠું મલકાય... ગણેશજી ના ઢોલ વાગ્યા
નાચે નર નારી મસ્તીમાં ભાન ભૂલી
મારે હૈયે હરખ ના માય... ગણેશજી ના ઢોલ વાગ્યા
બાપા મોરીયા નો મંડપ ગાજી ઉઠ્યો
સૌ બોલાવે જય જયકાર... ગણેશજી ના ઢોલ વાગ્યા
કોઈ ગરવા ગણેશ ને તિલક કરે
કોઈ પહેરાવે દરોઈ નો હાર... ગણેશજી ના ઢોલ વાગ્યા
શ્યામ મંડળ તો એની ઉતારે આરતી
પછી લચપચતા લાડુ વહેંચાય... ગણેશજી ના ઢોલ વાગ્યા
સાખી:
હે મંગલમૂર્તિ સ્વામી સૂંઢાળા, રિદ્ધિ સિદ્ધિ ના નાથ રે...
પ્રેમે પૂજન કરીએ તમારા, પાર્વતી ના લાલ રે.. વહાલા...
રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
ગણપતિ મોરીયા રે, ગણપતિ મોરીયા
રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવે રે, દાદા ગણપતિ મોરીયા...
ઉંદર મામા ની કેવી શોભે છે સવારી
બંને બાજુ એ રિદ્ધિ સિદ્ધિ છે નારી
ચમ્મરથી વાયુ ઢોળાવે રે, દાદા ગણપતિ મોરીયા... રુમઝુમ કરતા…
માથે મુંગટ કાને કુંડળ ધર્યા છે
મોતીની માળા માં હીરલા જડ્યા છે
નયનોથી અમૃત વરસાવે રે, દાદા ગણપતિ મોરીયા... રુમઝુમ કરતા…
ભાલે ત્રિપુન્ડ કીધી ચંદનની અર્ચા
દૂધ પિઇ ને દુનિયા ને દેખાડ્યા પરચા
લાડુ ગણેશજી ને ભાવે રે, દાદા ગણપતિ મોરીયા... રુમઝુમ કરતા…
સાંજ સવારે થતી પૂજા ને આરતી
ભક્તો રિઝાવે સૌએ હૈયાના ભાવથી
આનંદ મંગલ વરસાવે રે, દાદા ગણપતિ મોરીયા... રુમઝુમ કરતા…
સાખી:
હે...ગૌરી પુત્ર ગણેશજી લાગુ તમને પાય રે... (૨)
અંતર ઈચ્છા એટલી વહાલા ગુણલા તમારા ગવાય રે.. (૨)
તમે આવો ને ગણપતિ દાદા
તમે ભક્તો ના ભાગ્યવિધાતા
દુંદાળા મારે ઘેર આવો ને, સૂંઢાળા મારે ઘેર આવો ને
રિદ્ધિ ને તમે સાથ લાવો ને, સિદ્ધિ ને તમે સાથ લાવો ને
શંકર સુવન ગૌરી નંદન, વિઘ્ન વિનાયક હે જગવંદન
આવો આવો ને મંગલમૂર્તિ,
કરો ભક્તો ની કામના પૂર્તિ
દુંદાળા મારે ઘેર આવો ને, સૂંઢાળા મારે ઘેર આવો ને
રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવો, ઘી ગોળ ના હું તો લાડુ ધરાવું
કરું પૂજા તમારી ભાવ થી
ભક્તો પ્રેમે ઉતારે આરતી
દુંદાળા મારે ઘેર આવો ને, સૂંઢાળા મારે ઘેર આવો ને
ધૂન:
મોરીયા મોરીયા મોરીયા ગણપતિબાપા મોરીયા
શંકર જેના પિતા ગણપતિબાપા મોરિયા
શંકર જેના પિતા રે હોવે હોવે હોવે રે... મોરીયા મોરીયા…
પાર્વતી ના જાયા ગણપતિબાપા મોરિયા
પાર્વતી ના જાયા રે હોવે હોવે હોવે રે... મોરીયા મોરીયા…
લાંબી સૂંઢવાળા ગણપતિબાપા મોરિયા
લાંબી સૂંઢવાળા રે હોવે હોવે હોવે રે... મોરીયા મોરીયા…
રિદ્ધિ સિદ્ધિ નારી ગણપતિબાપા મોરિયા
રિદ્ધિ સિદ્ધિ નારી રે હોવે હોવે હોવે રે... મોરીયા મોરીયા…
મોદક ના જમનારા ગણપતિબાપા મોરિયા
મોદક ના જમનારા રે હોવે હોવે હોવે રે... મોરીયા મોરીયા…
મૂષક ની સવારી ગણપતિબાપા મોરિયા
મૂષક ની સવારી રે હોવે હોવે હોવે રે... મોરીયા મોરીયા…
પ્રભુ તારે ભરોસે અમે બેઠા, તારે ઉતરવું પડશે હેઠા
તું ચલાવે તેમ ચાલુ, તું બોલાવે તેમ બોલું
અમે બની ગયા છે તારા બીટા... તારે ઉતરવું...
મૂકી દુનિયાની લાજ, નથી કોઈની દરકાર
ભલે ગાંડી લોકો મને કહેતા... તારે ઉતરવું...
ઝાલ્યો તારો મેં હાથ, મૂકી દેશો ના નાથ
તારા ચરણો માં આવી ને બેઠા... તારે ઉતરવું...
ના હું જાણું વહેવાર, મારે તારો સંગાથ
તારા દર્શન ની આશા એ બેઠા... તારે ઉતરવું...
મારા મનડાં ના મોરે, મારા ચિતડાં ના ચોર
અમે દિલડું તને દઈ બેઠા... તારે ઉતરવું...
મારા અંતર ની વાત, તમે સુણો દીનાનાથ
અમે આંસુડાં થી મનડાં ધોતા... તારે ઉતરવું...
હરિ હરિ તમે બોલો રે… ઓ પંખીડા
હરિ હરિ તો કોણે ભજીયા
હરિ હરિ મીરાંબાઈ એ ભજીયા
ઝેર ના અમૃત કીધા રે ઓ પંખીડા... હરિ હરિ...
હરિ હરિ તો નરસિંહે ભજીયા
કુંવરબાઇ ના મામેરા પૂર્યા રે ઓ પંખીડા... હરિ હરિ...
હરિ હરિ સકુબાઈ એ ભજીયા
બેડલે પાણી ભરિયા રે ઓ પંખીડા... હરિ હરિ...
હરિ હરિ દ્રૌપદી એ ભજીયા
નવસો નવ્વાણું ચીર પૂર્યા રે ઓ પંખીડા... હરિ હરિ...
હરિ હરિ જાનબાઈ એ ભજીયા
છાણાંમાં વિઠ્ઠલ બોલ્યા રે ઓ પંખીડા... હરિ હરિ...
હરિ હરિ તો શબરી એ ભજીયા
એઠા જુઠા બોર વાલે ખાધા રે ઓ પંખીડા... હરિ હરિ..
હરિ હરિ તો બાલુડા બોલ્યા
એકવાર દર્શન દેજો રે ઓ કાનુડા... હરિ હરિ...
કાન્હા રે કાન્હા રે, દૂર મત જાના
ગોકુલ કી ગલિયા છોડ કે,,, હો... હો...
મથુરા મેં જાના તેરા અચ્છા નહિ
માખણ ચુરાના તેરા અચ્છા નહિ
મથુરા મેં જાઉંગા, મખહન ચુરાઉંગા
ગોકુલ કી ગલિયા છોડ કે,,, હો... હો... કાન્હા રે...
વૃંદાવન મેં જાના તેરા અચ્છા નહિ
રાસ રચાના અચ્છા નહિ
વૃંદાવન મેં જાઉંગા, રાસ રચાઉંગા
ગોકુલ કી ગલિયા છોડ કે,,, હો... હો... કાન્હા રે..
યમુના તટ પર જાના તેરા અચ્છા નહિ
વસ્ત્ર ચુરાના અચ્છા નહિ
યમુના તટ પર જાઉંગા, વસ્ત્ર ચુરાઉંગા
ગોકુલ કી ગલિયા છોડ કે,,, હો... હો... કાન્હા રે..
મંડળ મેં જાના તેરા અચ્છા નહિ
થૈ થૈ નાચના તેરા અચ્છા નહિ
મંડળ મેં જાઉંગા, થૈ થૈ નચાઉંગા
ગોકુલ કી ગલિયા છોડ કે, હો... હો... કાન્હા રે..
સાંખી:
હે... વનરાવન ની કુંજ ગલી માં, વાલો રાસ રચાવે છે
એક એક ગોપી ને એક એક કાનો, થૈ થૈ નાચ નચાવે છે રે...
આવે છે ને જાય છે, જાય છે ને આવે છે
કાન્હા ની બર્થ ડે રે હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ની માસી આવે છે, ગંગાજળ લઇ આવે છે
કાન્હા ને નવડાવે, હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ની ફોઈઓ આવે છે, ઝભલા ને ટોપી લાવે છે
કાન્હા ને પહેરાવે, હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ની માસી આવે છે, રમકડાં લઇ આવે છે
કાન્હા ને રમાડે રે, હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ના મામા આવે છે, ઘોડિયા પારણાં લાવે છે
કાન્હા ને ઝુલાવે રે, હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ની બેની આવે છે, રાખડી લઇ આવે છે
કાન્હા ને બાંધવા રે, હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ના મિત્રો આવે છે, કેડબરી ચૉકલૅટ લાવે છે
કાન્હા ને ખવડાવે રે , હેપી બર્થ ડે ટુ યુ
કાન્હા ની સખીઓ આવે છે, માખણ મિસરી લાવે છે
કાન્હા ને જમાડે રે, હેપી બર્થ ડે ટુ યુ
ભગવાન તમારી આજે હેપી બર્થ ડે
ઘોડિયે ઝૂલવાની કેવી મજા રે પડે
થક ગયે થે આપ ક્યાં ખડે ખડે... ભગવાન તમારી...
જશોદા ને હૈયે હેત હેલી રે ચડે
ઝુલાવે રેશમ ની દોરી રે વડે
દર્શન કો દેવ આયે બડે બડે... કાન્હા તમારી...
જગ માં તમારી જોડ ક્યાંયે ના જડે
તમે આવ્યા થી કોઈ કષ્ટ ના નડે
આવી ને હસાવો જયારે કોઈ પણ રડે... કાન્હા તમારી...
અસુરો કેવા કેવા પેંતરા રે ઘડે
સીધા કરો બધાને શક્તિ રે વડે
કાળીનાગ માટે તમે રમતા દડે... કાન્હા તમારી...
ગોવાળો ની સંગે ચડ્યાં કદંબ ની ડાળે
બંસી ને મોરપીંછ વટ બહુ પાડે
તમને સુવાડવાને માતા થાબડે… કાન્હા તમારી...
તમે દેખાયા ગોપી ના ઘૂંઘટડે
રમવાને લાગી એ તો વળી રાસડે
છુપાઈ જાતા કોઈક દી જઈ નેસડે... કાન્હા તમારી...
સતી અનસૂયા ઝુલાવે ત્રણ દેવ ને રે
બ્રમ્હા વિષ્ણુ મહેશ દેવ આવીયા રે
ત્રણે આવ્યા સતી ને દરબાર... સતી અનસૂયા..
ત્રણે અલખ કરી ને ઉભા રહ્યા રે
સતી એ ઢાળ્યા ઢોલિયા ને આસાન પાથર્યા રે
સતી એ કીધા ત્રણેય ના સન્માન... સતી અનસૂયા...
સતી એ રસોઈ રાંધી રે ભલી ભાતની રે
જમવા બેસાડ્યા ત્રણેય દેવ... સતી અનસૂયા...
બ્રમ્હા વિષ્ણુ મહેશ એમ બોલિયાં રે
સતી હોય તો પીરસે ઉઘાડે અંગ... સતી અનસૂયા...
સતી એ જમણા અંગુઠે અંજલિ છાંટીયું રે
બન્યા છ છ મહિના ના ત્રણે બાળ... સતી અનસૂયા...
સતી ચાલ્યા સમંદર પાર કરવા
સતી એ ધર્યા છે સમુદ્ર ના ધ્યાન... સતી અનસૂયા...
સતી એ આલાલીલા વાંસ વઢાવિયા રે
તેના પરણિયા ગુથાવ્યા ત્રણ ત્રણ... સતી અનસૂયા...
ત્રણે દેવ પારણિયા માં પોઢીયા રે
સતી હાલે ચાલે ને નાખે હિંચકો રે...
સતી કરે નહિ ઘર ના કઈ કામ...સતી અનસૂયા...
હરતા ફરતા નારદમુનિ આવીયા રે
એના ધ્યાન પારણિયા માં જાય... સતી અનસૂયા...
ત્રણેય દેવી પાસે નારદ આવીયા રે
તમારા પતિ પારણિયા માં પોઢીયા રે
તમારે તેડવા હોય તો જાવ... સતી અનસૂયા...
નહીંતર રેહજો સદાય તમે એકલા રે
નારદ એમ કહી ને જાય... સતી અનસૂયા...
ત્રણેય દેવી તો એમ કરી બોલિયાં રે
નારદ અમે ના જઈએ એકલા રે
તમે એવો અમારી સંગાથ... સતી અનસૂયા...
નારદ એમ કહી ને બોલિયાં રે
ભૂલેચૂકે ના દેશો મારુ નામ... સતી અનસૂયા...
ત્રણે દેવી આવ્યા સતી ના આંગણે રે
ત્રણેય દેવી તો એમ કહી બોલિયાં રે
અમને સોપો અમારા ભરથાર... સતી અનસૂયા...
સતી અનસૂયા એમ કહી બોલિયાં રે
ઓળખી ઓળખી ને પકડો એમના હાથ... સતી અનસૂયા...
લક્ષ્મી દેવી અનસૂયા ને વિનવે રે
પાર્વતી કહે અમારું નહિ કામ... સતી અનસૂયા...
બ્રમ્હા વિષ્ણુ મહેશ એમ બોલિયાં રે
સતી માંગો ને તમે વચન... સતી અનસૂયા...
સતી અનસૂયા એમ કહી બોલિયાં રે
મારે પેટે લેજો ને અવતાર... સતી અનસૂયા...
એના નામ ગુરુ દત્તાત્રેય ધારિયા રે
જે કોઈ ત્રણેય દેવ નું પારણિયું ગાય છે રે
એનો વૈકુંઠ માં હોજો વાસ... સતી અનસૂયા...
સાખી:
હે અનસૂયા માતા ની પરીક્ષા લેવા ત્રણે દેવો આવ્યા છે,
માતાજી એ તપ ના બાળ થી નાના બાળ બનાવ્યા છે રે જી રે...
આવો રૂડો સુંદર મહેલ છોડી ને મોહન ક્યાં ગ્યાતા રે..
અમે ગ્યાતા સકુબાઈ ને ઘેર, સાસુએ વાળ્યા વેર,
પાણીડાં ભરવા ત્યાં ગ્યાતા રે.. આવો રૂડો….
અમે ગ્યાતા નરસૈયા ને ઘેર, નાગરે વાળ્યા વેર,
મામેરા પુરાવા ત્યાં ગ્યાતા રે.. આવો રૂડો….
અમે ગ્યાતા જાનાબાઈ ને ઘેર, પાડોસણે વાળ્યા વેર,
સાક્ષી પુરાવા ત્યાં ગ્યાતા રે.. આવો રૂડો….
અમે ગ્યાતા પ્રહલાદ ને ઘેર, પિતાએ વાળ્યા વેર,
દર્શન દેવા ત્યાં ગ્યાતા રે... આવો રૂડો….
અમે ગ્યાતા મીરાંબાઈ ને ઘેર, રાણાએ વાળ્યા વેર,
ઝેર પીવાને ત્યાં ગ્યાતા રે.. આવો રૂડો….
અમે ગ્યાતા શબરીબાઈ ને ઘેર, ભીલોએ વાળ્યા વેર,
બોર ખાવાને ત્યાં ગ્યાતા રે.. આવો રૂડો….
દેવો માં છો સૌથી નિરાળા, ભોળાનાથ ભક્તો ના રખવાળા (૨)
પાર્વતી ના સ્વામી છો પ્યારા,ભોળાનાથ ભક્તો ના રાખવાળા (૨)
કરુણા નો સાગર તો છલકે છે આંખે, શીતળ બીજ ચાંદલિયો ચમકે છે માથે
શિરે વહેતી ગંગાજી ની ધારા, ભોળાનાથ ભક્તો ના રાખવાળા (૨)
ત્રિલોચન ગણાઓ તમે ત્રિપુરારી, માંગ્યું સહુને આપો છો ભોળા ભંડારી
કંઠે શોભે સર્પો ની માલા, ભોળાનાથ ભક્તો ના રાખવાળા (૨)
તમે સુખ સાગર છો દુનિયા ના બેલી, તમારા ચરણો માં છે આનંદ ની હેલી
ભક્તો પૂજે ચરણો તમારા,ભોળાનાથ ભક્તો ના રાખવાળા (૨)
સાખી:
હું તો ભોળા ને મળવા ગઈ તી રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
મને મારા પ્રભુ એ પાઈ રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
મેં તો ઘૂંટડે ઘૂંટડે પીધી રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
મેં તો થોડી પીધી ને ઘણી ચડી રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
મેં તો ખોબલે ખોબલે પીધી રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
મેં તો પીઈ ને બીજાને પીવડાવી રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
ભાંગ શ્યામ મંડળ ને પાઈ રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
એણે થોડી પીધી ઘણી ચડી રે, ભોળા ની ભાંગ મારે પીવી છે..
ઓઢી રે.. ઓઢી, ઓઢી રે ..(૨)
શામળિયા ની ચૂંદડી, અલબેલા વર ની ચૂંદડી
કાનો કાળો ને હું તો ગોરી રે (૨) શામળિયા ની ચૂંદડી
ઓ રે.. ઓ રે.. (૨) જળ જમના ને કાંઠે નજરો મળી
ઓ રે.. ઓ રે.. (૨) એને જોયો ને હું તો મન થી વરી
બાંધી છે દિલડાં ની દોરી રે (૨) શામળિયા ની ચૂંદડી
ઓ રે.. ઓ રે.. (૨) એના મુખડા ની મને માયા લાગી
ઓ રે.. ઓ રે.. (૨) મારા મનડાં માં મોરલી એવી વાગી
ચિતડું લીધું એણે ચોરી રે (૨) શામળિયા ની ચૂંદડી
ઓ રે.. ઓ રે.. (૨) આતો જનમો જનમ ની સાચી સગાઇ
ઓ રે.. ઓ રે.. (૨) એતો મારો થયો ને હું તો એની થઇ
પ્રીત ના રંગ માં રંગાયા રે (૨) શામળિયા ની ચૂંદડી
ઓ રે.. ઓ રે.. (૨) એના ચરણો માં મારુ જીવન ધર્યું
ઓ રે.. ઓ રે.. (૨) સુખ બિંદુ ને આજે સાચું મળ્યું
સરખે સરખી જોડી રે (૨) શામળિયા ની ચૂંદડી
ઓઢી રે.. ઓઢી, ઓઢી રે ..(૨)
ભોળા તારા પગે મને પડવા દે (૨) … અમરનાથ મને ચઢવા દે …
આંખ છતાં હું અંધ છું ભોળા
તારા દર્શન મને કરવા દે (૨) … અમરનાથ મને ચઢવા દે …
શિવલિંગ તારું લાગે રૂપાળું
એક બે ફેરા મને ફરવા દે (૨) … અમરનાથ મને ચઢવા દે …
પગ છતાં હું પાંગળો છું ભોળા
ધીરે ધીરે ડગ મને ભરવા દે (૨) … અમરનાથ મને ચઢવા દે …
જીભ છતાં હું મૂંગો છું ભોળા
તારા તે ગુણલા ગાવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
તાળીઓ મેં તાલ મિલાવવા દે ... અમરનાથ મને ચઢવા દે ...
જનમ જનમનો હું દુખીયારો
જીવન સફળ મને કરવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
ચડતા હું પડતી ને પડતા હું રડતી
ધીરે ઘેરે તે મને ચઢવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
તન મન ધન ભોળા તારા ચરણ માં
દેહ ને અર્પણ કરવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
ભવ ભવ નો સાથી હું તો શોધી રહ્યો છું
નજરો થી નજરો મિલાવવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
મહાશિવરાત્રી ની પૂજા તમારી
ભાંગ નો પ્રસાદ મને પીવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
શ્યામ મંડળ વહાલા તમને રે વિનવે
ૐ નમઃ શિવાય જાપ જપવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
તારું તે ધ્યાન મને ધરવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
જ્યોતિર્લિંગ ના દર્શન કરવા દે (૨) ... અમરનાથ મને ચઢવા દે ...
હરિ ભજન નો પ્રેમી તું તો થા.. થા.. થા..
ભવસાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા ...
ભજન માં જા .. જા.. જા.. (૨)
મારુ મારુ તું કરે પણ કોઈ નથી અહીં તારું
મોંઘો માનવ દેહ મળ્યો છે કામ કરી લે સારું
ચેત ચેતાવું તુજને માનવ ઝટપટ ચેતી જા
ભવસાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા ...
ભજન માં જા .. જા.. જા.. (૨)
મોજ મજા ને છોડી દે તું ચિત્ત પ્રભુ માં જોડી
બધુંએ અહીં નું અહીંયા રહેશે સાથે ના આવે કોડી
સાધુ સંત ની આ વાણી ને મન થી માની જા
ભવસાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા ...
ભજન માં જા .. જા.. જા.. (૨)
પેલા કાનુડાની હારે મારુ મન લાગ્યું
મન લાગ્યું મારુ મન લાગ્યું
જોયો જમુનાજીને આરે મારુ મન લાગ્યું.... પેલા
મારી પ્રીત પૂરવ ની જાગી છે
મનડાં માં મોરલી વાગી છે
એની આંખો ના અણસારે મારુ મન લાગ્યું... પેલા...
મારા સપના માં રોજ આવે છે
મને સાન કરી ને બોલાવે છે
એનો ભેટો થાશે ક્યારે મારુ મન લાગ્યું... પેલા...
મારો વાલમ એવો વરણાગી
લટકાળા ની લગની લાગી
વસ્યો મંડળ ના દિલ દ્વારે મારુ મન લાગ્યું... પેલા...
પેલો કાનુડો જોયો રાસ માં
જોયો તેવો વાસી ગયો આંખ માં
એક પૂનમ ની રાત મારે મીઠી મુલાકાત,
વહાલો રમતો તો બંસીધર બાગ માં.. જોયો તેવો..
કેવું કામણ કર્યું, મારુ ચિતડું હર્યું,
મને ભોળવી છે મીઠી મીઠી વાત માં... જોયો તેવો...
મારા ઘર માં પેઠો, માખણ ખાવા બેઠો,
વહાલો આવ્યો ગોવાળિયા ની સાથ માં.. જોયો તેવો..
નહતા યમુના ને તિર, ચોર્યા ચૂંદડી ને ચીર,
મને મળ્યો જમુનાજીના ઘાટ માં... જોયો તેવો...
કેવું સુંદર સ્વરૂપ, શોભે શ્યામ સ્વરૂપ,
મને સપના માં આવે સારી રાત માં... જોયો તેવો...
એની લીલા અપાર, કોઈ પામે ના પાર,
વહાલો સંતાયો ગોપી ના માટ માં... જોયો તેવો...
મંડળ વિનવે છે નાથ, મને ગમે ટેરો સાથ,
તને બેસાડું હૈયા ના હાટ માં.. જોયો તેવો...
તારા દર્શન ના દીવાના
તારી મસ્તી માં મસ્તાના
અમને પારકા ના માનો, માનો પોતાના…
તારા ખોળે તો રમવાના
વાતો દિલડાં ની કરવાના
અમને પારકા ના માનો, માનો પોતાના…
અમે નાનેરા બાળ, કાના લેજે તું સંભાળ
એવો વરસાવો તમે પ્યાર, જાણે અમૃત ની ધાર
તારા આંગણિયે રમવાના
ઘરે ઘરે તો ફરવાના
અમને પારકા ના માનો, માનો પોતાના…
ભલે ફાટે ધરા, ભલે તૂટે ગગન
ના હટવું જરા, લાગી તારી લગન
ડગલાં ધીમા તો પાડવાના
તોયે પાછા ના પાડવાના
અમને પારકા ના માનો, માનો પોતાના…
મારા કડવા છે બોલ, કાના કરજે તું તોલ
લઈને બિંદુ ને બોલ. દ્વાર રુદિયા ના ખોલ
રાધે રાધે તો જપવાના
તારે અમને પલાવવાના
અમને પારકા ના માનો, માનો પોતાના…
ભાગ કોરોના ભાગ.. ભાગ કોરોના ભાગ..
મોદી અમારા તને ભગાડે.. ભાગ કોરોના ભાગ..
ભૂલશો નહિ ધરતી તારો કેવો છે કેર કાળો
ચાર રે જુગ જેવડો લાગે લોકડાઉન નો વારો
છોડ કોરોના છોડ.. ભારત ની ભૂમિ છોડ
સોના વરણી સિમ અમારી એનો કેડો તું છોડ… ભાગ કોરોના ભાગ..
મોઢે રાખો માસ્ક અને સાબુ થી ધુઓ હાથ...
મોદી ની આ વાત ને તમે કાયમ રાખજો યાદ..
જા કોરોના જા... ચાઇના પાછો જા..
પાછું વાળીને જોતો નાઈ તું, ચાઈના પાછો જા.. ભાગ કોરોના ભાગ..
ચાઈના તું તો કરતો નહિ આવો ખોટો ચાળો..
હાડકા તારા ખોખરા કરશે હીરા બા નો લાલો
દોડ કોરોના દોડ... વુહાન ભણી તું દોડ..
દુનિયા તને છોડશે નહિ, વુહાન ભણી તું દોડ.. ભાગ કોરોના ભાગ..
આઘા રેજો રાજ થોડા આઘા રેજો રાજ
આઘા રહેશું રાજ અમે આઘા રહેશું રાજ
ભલે કોરોના આવે કે ના આવે અમે આઘા રહેશું રાજ
આમ ના જાશો, તેમ ના જાશો,
તમે જાશો નહિ ઘરની બહાર રે તમે જાશો નહિ ઘરની બહાર
બહાર જાશો તો કોરોના લાગશે
પછી કઈ નહિ રહે હાથ રે ભાઈ પછી કઈ નહિ રહે હાથ
ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય તમે આઘા રેજો રાજ
આઘા રેજો રાજ થોડા આઘા રેજો રાજ
આમ શોધો તેમ શોધો
શોધો મોઢાના માસ્ક રે તમે શોધો મોઢાના માસ્ક
ફ્રૂટ ધોજો શાકભાજી ધોજો
ધોજો બરાબર હાથ રે તમે ધોજો બરાબર હાથ
માસ્ક મળે કે ના મળે તમે રૂમાલ બાંધજો રાજ
આઘા રેજો રાજ થોડા આઘા રેજો રાજ
ચાઈના થી આવ્યો ભલે ને આવ્યો
ભારતમાં નઈ મળે માન રે તને ભારતમાં નઈ મળે માન
હાય ચીનીયા હોય ચીનીયા
તને ટિપશે જગતના લોક રે તને ટિપશે જગતના લોક
કોરોના તું તો ચાલ્યો જા ને ઉભી પૂંછડિયે આજ
આઘા રેજો રાજ થોડા આઘા રેજો રાજ
આઘા રહેશું રાજ અમે આઘા રહેશું રાજ
"માસ્ક બાંધો અને ડિસ્ટન્સ રાખો"
રામ પેહલે પગથિયે ચડવા દો
મને તમારી ભક્તિ માં ભળવા દો.. રામ પહલે...
મને મોટા મોટા બંગલા ગમતા નથી
મને છાજેલી ઝૂંપડી માં રહેવા દો... રામ પહલે...
મને ભોજન લાપસી ભાવતા નથી
મને ટાઢા તે ટુકડા ખાવા દો... રામ પહલે...
મને હીર ના ચીર તો ગમતા નથી
મને ભાગવા વસ્ત્ર પહેરવા દો... રામ પહલે...
મને મોતી ની માળા ગમતી નથી
મને તુલસી ની માળા પહેરવા દો... રામ પહલે...
મને ગાદી ને તકિયા ગમતા નથી
મને ભોંય પથારીએ સુવા દો... રામ પહલે...
હરિ તમે કાંઈ ના કર્યો વિચાર, મારે તમને શુ કેહવું
રામચંદ્ર જેવા સ્વામી છે જેના, સીતાજી નું હરણ કેમ થાય.. મારે તમને...
પાંચ પાંડવો કુંતા માતા ના, સહાય છે જેને શામળિયા ની , દ્રૌપદી લાજ કેમ લૂંટાય... મારે તમને...
હરિશ્ચંદ્ર રાજા ને તારામતી રાણી, તારામતી બજારે વેચાય... મારે તમને...
શેઠ સગાળશા ને ચંગાવતી રાણી, ચેલૈયો ખંડાણીએ ખંડાય... મારે તમને...
જલારામ બાપા ભક્ત તમારા, વીરબાઈ દાન માં દેવાય... મારે તમને...
ગોરો ભગત ભક્ત તમારા, બાળક માટી માં ખૂંદાય... મારે તમને...
મોર ધ્વજ રાજા ભક્ત તમારા, કરવત કેમ મુકાય... મારે તમને...
ચૌદ ભુવન ના નાથ તમે છો, ભીલડી માં કેમ મોહયા ... મારે તમને...
શ્યામ મંડળ છે ભક્ત તમારા, નાચી કૂદી ભજનો ગાય.. મારે તમને..
મારે ઘેર અવાજો રે, મારા રંગીલા રણછોડ
દર્શન આપજો રે, મારા રંગીલા રણછોડ
તારા હાથ માં રે, મારા જીવન કેરી દોર
તારા સંગ માં રે, મારે આનંદ આઠે પહોર
દુનિયાભર માં રે ડંકો વાગે ચારે કોર
ભક્તો ભાવ થી રે કહે છે મોહન માખણચોર
ડાકોર ગામ માં રે તારું મંદિર ઝાકમઝોળ
ટેરો લટકો રે, જોતા મન માં નાચે મોર
હૈયે હેત નો રે સાગર છલકે છે કઈ ઓર
સુંદિર શામળા છે તું તો મંડળ નો ચિત્ત ચોર
મારી ચાર પૈડાં ની વેલ, ઘૂઘરા ઘમકે છે
મારે સરયૂ નદી માં નહાવું છે, મારે નાહી ને પાવન થાવું છે
બોલો બોલો ને રણછોડરાય દર્શન કરવા છે
મારે ડાકોર ધામ માં જાવું છે. મારે ગોમતીજી માં નહાવું છે
મારે નાહી ને પાવન થાવું છે, બોલો બોલો ને રણછોડરાય દર્શન કરવા છે
મારે પંઢરપુર માં જાવું છે, મારે ચંદ્રભાગા માં નહાવુ છે
મારે નાહી ને પાવન થાવું છે , બોલો બોલો ને વિઠ્ઠલરાય દર્શન કરવા છે
મારે જ્ઞાનેશ્વર ધામ માં જાવું છે, મારે નર્મદા માં નહાવુ છે
મારે નાહી ને પાવન થાવું છે, બોલો બોલો ને દત્ત ભગવાન દર્શન કરવા છે
મારે હરિદ્વાર માં જાવું છે, મારે ગંગા નદી માં નહાવુ છે
મારે નાહી ને પાવન થાવું છે , બોલો બોલો ને ગાયત્રી માં દર્શન કરવા છે
મારે દ્વારિકા ધામે જાવું છે, મારે દ્વારકા ના દરિયા માં નહાવુ છે
મારે નાહી ને પાવન થાવું છે , બોલો બોલો ને દ્વારકાધીશ દર્શન કરવા છે
કન્હૈયા ની કંઠી પહેરવી કઠણ છે
રણછોડરાય ની માળા જપવી કઠણ છે
ગંગા જમુના ને ત્રીજા સરસ્વતી,
એ ત્રણ નદીઓ માં નહાવું કઠણ છે
કેદારનાથ, અમરનાથ ને ત્રીજા બદ્રીનાથ છે
એ ત્રણ ની જાત્રા કરવી કઠણ છે
માતા પિતા ને ત્રીજા ગુરુદેવ છે
એ ત્રણ ની આજ્ઞા પાળવી કઠણ છે
સાસુ સસરા ને ત્રીજા પતિદેવ છે
એ ત્રણ ની સેવા કરવી કઠણ છે
એક બે ત્રણ એ તો માં જાણ્યા ભાઈ છે
એ ત્રણ ની ભેગા રેહવું કઠણ છે
બાળપણ યુવાની ને પછીનું છે ઘડપણ
ઘડપણ ના દહાડા કાઢવા કઠણ છે
દેરાણી જેઠાણી ને ત્રીજી પાડોસણ છે
એ ત્રણ ની જોડે રેહવું કઠણ છે
બેની ભાણેજ ને ત્રીજા જમાઈ રાજ છે
એ ત્રણ ને રાજી રાખવા કઠણ છે
કામ ક્રોધ ને ત્રીજો લોભ છે
તમે એકવાર આવો ભગવાન (૨)… આ દિલ દેવળ માં
તારા ભક્તો ની રાખવાને લાજ (૨)… આ દિલ દેવળ માં
તારા જેવો મહેલ નથી ગોવર્ધન ધારી
તૂટી ફૂટી કાયા ની ઝૂંપડી છે મારી
બેસવાને આસન તૈયાર (૨)… આ દિલ દેવળ માં
શબરી ના બોર જેવું કશું નથી આજે
નથી પેલા સુદામા ના તાન્દુલ પણ આજે
ભાવના ના ભોજન તૈયાર (૨)… આ દિલ દેવળ માં
શાસ્ત્રો પૂરાં કેરી વાતો ના જાણું
કેવી રીતે પૂજા કરવી એ પણ ના જાણું
વહાલું લાગે એક તારું નામ (૨)… આ દિલ દેવળ માં
તારો વિયોગ શ્યામ મુજને સતાવે
કાલ કેરો વાયદો મુજને ના ફાવે
આવવું પડશે આજને આજ (૨)… આ દિલ દેવળ માં